IPLમાં વિવાદ એ કોઈ નવી વાત નથી, જ્યારથી આ લીગનો શુભારંભ થયો છે ત્યારથી કોઈને કોઈ રીતે આ ટૂર્નામેન્ટ સમાચારોમાં રહી છે. IPLના પહેલી સીઝનમાં એટલે કે વર્ષ 2008માં હરભજન સિંહે શ્રી સંતને થપ્પડ મારી હતી. જો કે આ વિવાદને આજે 15 વર્ષ વિતી ગયા છે. બંને ક્રિકેટર આજે સારા મિત્રો બની ગયા છે અને સાથે બેસીને કોમેન્ટ્રી પણ કરતા જોવા મળે છે. જો કે સોમવારે વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે થયેલા વિવાદને કારણે ફરી આ ઘટનાની યાદ તાજી થઈ ગઈ છે. હરભજને હવે સોશિયલ મીડિયા મારફતે શ્રીસંતની માફી પણ માગી છે, અને તે સાથે જ કોહલી અને ગંભીરની તકરાર મામલે નિવેદન પણ આપ્યું છે.
હરભજન સિંહે આપી આ સલાહ?
હરભજન સિંહે કહ્યું કે ભાઈઓ તમે જાણો છો કે તે આપણી જવાબદારી છે કે રમતના રાજદૂત હોવાને નાતે આપણે યુવાનોને સાચી દિશા બતાવીએ અને તેમની સમક્ષ સાચી છબિ દર્શાવીએ અને સાચી છબિ પ્રદાન કરીએ. મને આશા છે કે મારા બંને ભાઈ એકબીજાને ગળે લગાવશે અને નફરતને દુર કરશે. આ આપણા માટે એક ખુબ જ સકારાત્મક સંકેત હશે.
2008માં શું વિવાદ થયો હતો?
શ્રીસંત અને ભજ્જી વચ્ચે 2008માં વિવાદ થયો હતો. ત્યાર બાદ શ્રીસંત કિંગ્સ ઈલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) માટે અને હરભજન મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો. આ બંને વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો કે લાઈવ મેચમાં હરભજને શ્રીસંતને થપ્પડ મારી દીધી. આ અંગે ઘણો વિવાદ થયો હતો. પરિણામ એ આવ્યું કે હરભજન પર આખી સિઝન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે, હવે બંને ખૂબ સારા મિત્રો બની ગયા છે.