વડોદરાના હરણી લેકમાં વિદ્યાર્થીઓથી ભરેલી બોટ પલટી જવાની દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચ્યો છે. આ દુર્ઘટનામાં 12 લોકોના મોત થયા છે. જો કે હજુ પણ મૃત્યુઆંક વધવાની આશંકા છે કારણ કે બોટમાં કુલ 27 લોકો હોવાની માહિતી સામે આવી છે. મોટનાથ તળાવમાં ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી જોરશોરથી ચાલી રહી છે. આ દુર્ઘટના બાદ સૌથી ચોંકાવનારો ખુલાસો જાગૃત નાગરિક સંસ્થાના પી.વી. મુરજાણી દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે વર્ષ 2021-22માં આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ શકે તે અંગે આશંકા વ્યક્ત કરી હતી.
પી.વી. મુરજાણી શહેર કમિશનરને આપી હતી નોટિસ
જાગૃત નાગરિક સંસ્થાના વડા અને સુરસાગર દુર્ઘટમાં મૃતકો માટે વર્ષો સુધી લડત આપનારા પી.વી. મુરજાણીએ વડોદરા મહાનરગરપાલિકાના કમિશનરને વર્ષ 2021-22માં મોટી જાનહાનિ અંગે ચેવવ્યા હતા. તેમના જણાવ્યા પ્રમાણે હરણી લેક ઝોનમા કોઈ પ્રકારની સુરક્ષા વગર બોટિંગ કરાવવામાં આવે છે તે અંગેની જાણ પણ તેમણે શહેર મ્યુનિસિપલ કમિશનરને કરી હતી. તેમણે રોષ ઠાલવતા કહ્યું કે આ દુર્ઘટના માટે જેટલા કોન્ટ્રાક્ટર કોઠિયા જવાબદાર છે તેટલું જ શહેરનું તંત્ર પણ જવાબદાર ઠરે છે. તેમણે વ્યક્ત કરેલી આશંકા આજે સાચી પડી છે.