ગુજરાત રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે હવેથી ઊર્જા વિકાસ નિગમના કર્મચારીઓને ફિક્સ પગાર પર 2થી 3 વર્ષ જ રાખવામાં આવશે. અગાઉ ઉર્જા વિકાસ નિગમના કર્મચારીઓને 2 કે 3 વર્ષ માટે જ રાખવામાં આવતા હતા પરંતુ નિર્ણયમાં ફેરબદલ કરી ગુજરાત ઊર્જા વિકાસ નિગમના કર્મચારીઓને 5 વર્ષ માટે ફિક્સ પગાર પર રાખી દીધા હતા. હવે આ નિર્ણય બાદ કર્મચારીને ફરીધી 2થી 3 વર્ષ જ ફિક્સ પગાર પર રખાશે.
કર્મચારીઓને થશે આ ફાયદો
અગાઉ પાંચ વર્ષ પગાર ફિક્સ રહેતો હતો ત્યાર બાદ પગાર વધારો થતો હતો. આ પગાર વધારો સારો અને વધારો હોય છે. એટલે કે પહેલા જે પાંચ વર્ષ બાદ પગાર વધારો થતો હતો તે હવે વહેલો થશે. ફિક્સ પગારના 2-3 વર્ષ બાદ જ પગાર વધારો થશે તો કર્મચારીઓને આર્થિક ફાયદો થશે.
કર્મચારીઓએ ફિક્સ પગારનો સમય ઘટાડવાની કરી હતી માગણી
ચૂંટણી પહેલાનો સમય એટલે કર્મચારીઓની લાગણી અને માગણીનો સમય. ઠીક આવી જ રીતે ઉર્જા વિકાસ નિગમના કર્મચારીઓએ સરકાર સામે માગણી રાખી હતી કે તેમના ફિક્સ પેનો સમયગાળો પહેલા જેટલો હતો તેટલો કરવામાં આવે. પહેલા ફિક્સ પેનો સમયગાળો 2-3 વર્ષ જ હતો. બાદમાં વધારીને 5 વર્ષ કરી દેવાયો હતો. આથી કર્મચારીઓએ માગ ઉઠાવી હતી કે સમયગાળો પાછો 2-3 વર્ષ કરી દેવામાં આવે. આથી રાજ્ય સરકારે કર્મચારીઓની માગણી સંતોષી પોતાની વોટ બેન્ક સુરક્ષિત કરી હતી.