STORY BY - BHAVIK SUDRA
સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પારંપરિક કાર્તિકી પૂર્ણિમા નો મેળો યોજાય છે.આ મેળા મહોત્સવમાં મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટી પડે છે. લોકો આખુ વર્ષ આ મેળાની રાહ જોઈને બેસે છે
બે વખત કાર્તિકી પૂર્ણિમાનો મેળો રદ કરાયો હતો
ઉલ્લેખનીય છે કે, કોરોના કાળ અને તૌકતે વાવાઝોડાના પગલે ગીર સોમનાથનો કાર્તિકી પૂનમનો મેળો અગાઉ કેન્સલ કરાય હતો. પરંતુ મહાનો ખતરો ટળી જતા તેને ફરીથી આયોજન કરવાની જાહેરાત કરાઈ.સોમનાથમાં થનારો કાર્તિકી પૂર્ણિમાનો મેળો વિશ્વભરમાં પ્રખ્યાત છે.
સોમનાથ સાંનિઘ્યે દેવદિવાળી પર્વે યોજાતા પાંચ દિવસીય કાર્તિકી પૂર્ણિમાના મેળાનું આ વર્ષે આયોજન કરવાનો સોમનાથ ટ્રસ્ટએ નિર્ણય કર્યો છે. કાર્તિકી પૂર્ણિમાના દિવસે સોમનાથ મંદિરમાં નિત્યક્રમ મુજબ મઘ્યરાત્રીએ વિશેષ પૂજા-અર્ચના અને મહાઆરતી થશે.સોમનાથ સાંનિઘ્યે કાર્તિકી પૂર્ણિમાનું અનેરૂ મહાત્મય છે. છેલ્લા સાત દાયકાથી દર વર્ષે દેવદિવાળીના પર્વ (અગિયારસ) થી કાર્તિકી પૂર્ણીમા (પૂનમ)ના દિવસ સુઘી સોમનાથ સાંનિઘ્યે પાંચ દિવસીય લોકમેળાનું મંદિર ટ્રસ્ટ દ્રારા આયોજન કરાય છે.કાર્તિકી પૂર્ણિમાના દિવસે સોમનાથ મંદિરમાં મઘ્યરાત્રીએ થતી મહાઆરતી સહિતની પૂજાવિઘિ દર્શનના કાર્યક્રમો નિત્યક્રમ મુજબ થશે.
પ્રભાસક્ષેત્રમાં કાર્તિકી પૂર્ણિમાનુ વિશેષ માહાત્મ્ય રહેલું છે
કારણ કે, કાર્તિકી પૂર્ણિમાની મઘ્યારાત્રીએ ચંદ્ર ભગવાન શિવના મસ્તક પર ધારણ કરે છે. શિવ ચંદ્રશેખર અને સોમેશ્વર નામથી પૂજાયએ દિવસ પણ કાર્તિકી પૂર્ણિમાનો હોવાથી ઘાર્મીક દ્રષ્ટીએ તેનું મહાત્મય છે. દર વર્ષે કાર્તિકી પૂર્ણીમાની મઘ્યરાત્રી (રાત્રીના 12 વાગ્યે) સોમનાથ મંદિરના શિખર પર ચંદ્ર પોતે સ્થાન લે છે તેનો અલોકીક નજારો નિહાળવા મોટીસંખ્યામાં ભાવિકો સોમનાથ મંદિરએ આવે છે. આ દિવસે મઘ્યરાત્રીએ સોમનાથ મહાદેવને મહાઆરતી પણ કરવામાં આવે છે જેનો લ્હાવો લેવા દર વર્ષે અનેક ભકતો લેવા આવે છે.
મોડી રાત્રે મહાદેવની આરતી
વર્ષ 1955થી સતત સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ પારંપરિક સાંસ્કૃતિક મેળાનું આયોજન કરવામાં આવે છે.દર વર્ષે કાર્તિકી મેળાનું સોમનાથ મંદિર દ્વારા આયોજન કરવામાં આવે છે. આ મેળા માટે મંદિર મોડી રાત સુધી ખુલ્લુ રાખવામાં આવે છે. મોડી રાતે મહાદેવની મહાઆરતી કરવામાં આવતી હોય છે. આ મેળામાં સૌરાષ્ટ્રનાં લાખો લોકો હાજર રહે છે. ડાયરાથી માંડીને વિવિધ આયોજનો પણ કરવામાં આવે છે. આ લોકમેળામાં કાર્તિકી પુનમના દિવસે અનોખો સંયોગ યોજાય છે, જેના દર્શનાર્થે લાખોની સંખ્યામાં ભાવિકો સોમનાથ દર્શને આવતા હોય છે.