બેંગ્લુરૂ ખાતે એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉદ્ધાટન ગઈ કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. એર શો દરમિયાન ભારતીય વાયુસેનાના વિમાનો આકાશમાં ઉડ્યા હતા. એરફોર્સના વિમાન, હેલિકોપ્ટર અને ફાઈટર જેટનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર એચએએચ-42ના ટેઈલ પર બનેલા ગદા સાથેના હનુમાનજી પર રહ્યું હતું. તેની સાથે લખવામાં આવ્યું હતું કે વાવાઝોડું આવી રહ્યું છે. આ ફોટાને કારણે સોશિયલ મીડિયા પર અનેક સવાલ પૂછવામાં આવ્યા હતા જે બાદ વિમાનની ટેઈલમાં ભગવાન હનુમાનજીનો ફોટો હટાવી દીધો છે.
એરક્રાફ્ટ પર લગાવાયો હતો હનુમાનજીનો ફોટો
ગઈકાલથી પ્રારંભ થયેલો એરો ઈન્ડિયા શો 17 ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે. સોમવારે એરફોર્સે પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું હતું. અનેક વિમાનો આકાશમાં ઉડતા દેખાયા હતા. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડએ એરશોમાં પ્રદર્શિત એચએલએફટી-42 વિમાનની પાછળ ભગવાન હનુમાનજીનો ગદા સાથેનો ફોટો લગાવામાં આવ્યો હતો.
સ્ટીકર હટાવાનો લેવાયો નિર્ણય
પરંતુ હવે આ ફોટાને હટાવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર અનેક સવાલો કરવામાં આવ્યા હતા. સવાલ કરતા લોકોએ કહ્યું કે એક ધર્મનિપપેક્ષ દેશમાં કોઈ વિમાન પર ભગવાન હનુમાનજીનો ફોટો કેવી રીતે હોઈ શકે છે. વિવાદ ન થાય તે માટે કંપનીએ ફોટો હટાવી દીધો છે. કંપનીના જણાવ્યા મુજબ બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિર્દેશકે કહ્યું કે સ્ટીકર હટાવવાનો નિર્ણય ઈન્ટરન્લ છે.