તુર્કીના ઈસ્તાંબુલમાં ગઈકાલે બોમ્બ ધમાકો થયો હતો જેમાં 6 લોકોના મોત થઈ ગયા હતા. આ ઘટનામાં 81 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે પણ તે કોઈ માહિતી આપવાની મનાહી કરી રહ્યો છે. સ્થાનિક સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ આ હુમલામાં એક મહિલા અને 2 યુવક એમ કુલ 3 લોકો સામેલ હતા.
મહિલાએ પર્સમાં રાખ્યો હતો બોમ્બ
રવિવારે સાંજે 4 વાગ્યાને 15 મીનીટે ધમાકો થયો હતો. આ ધમાકો એવી જગ્યા પર કરવામાં આવ્યો હતો જ્યાં લોકોની અવર જવર વધુ હતી. સ્થાનિક મીડિયાના સમાચારો મુજબ એક મહિલાએ ભીડવાળી જગ્યા પર બ્લેક બેગ મૂકી હતી. આ બેગના કારણે જ ધમાકો થયો હતો. તુર્કીના ઉપરાષ્ટ્રપતિએ આ વિસ્ફોટને આતંકવાદી હુમલો જણાવ્યું હતું.
ધમાકાનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોની અંદર લોકો એક સાંકળી ગલીમાં જઈ રહ્યા છે. અચાનક તે ગલીની અંદર મોટો ધમાકો થાય છે અને લોકો ભાગવા માંડે છે. આ ઘટનામાં 6 લોકોના મોત થયા હતા અને 81 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.