Israel પર હમાસે કર્યો હુમલો, છોડવામાં આવી હજારો મિસાઈલ, ઈઝરાયેલ પીએમએ કરી યુદ્ધની ઘોષણા!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-09 14:27:55

'We are at war' આ શબ્દો છે ઇઝરાયલના વડાપ્રધાનના. મિડલ ઈસ્ટમાં ઈઝરાયેલ અને ગાઝા પટ્ટીમાં હમાસ દ્વારા શનિવારે વહેલી સવારે હુમલો કરવામાં આવ્યો છે. પેલેસ્ટિનિયને  હજારોની સંખ્યામાં રોકેટ છોડી ઈઝરાયેલને હચમચાવી નાખ્યું હતું. ઇઝરાયેલના બે શહેરો એશ્કેલોન અને તેલ અવીવ પર રોકેટ છોડ્યા હતા અને તે 5000થી વધુ રોકેટ હતા. આ દરમિયાન ઈસ્લામી વિદ્રોહી જૂથ હમાસ સાથે જોડાયેલા અનેક લડવૈયા દક્ષિણની તરફથી ઇઝરાયલની સીમા પાર કરીને અંદર પહોંચી ગયા. આતંકી હુમલાને કારણે ઇઝરાયલની સેનાનું કહેવું છે કે તેણે ગાઝા પટ્ટી પર જવાબી હુમલા શરૂ કરી દીધા છે અને ચેતવણી આપી છે કે હમાસને આની મોટી કિંમત ચૂકવવી પડશે.

 


ઈઝરાયેલ પર છોડાયા પાંચ હજાર રોકેટ!

શનિવાર સવારે ઈઝરાયેલ અને ગાઝા પટ્ટીમાં હમાસે મિડલ ઈસ્ટમાં હુમલો શરૂ કરી દીધો હતો. ઈઝરાયેલ પર એક સાથે પાંચ હજાર જેટલા રોકેટ છોડવામાં આવ્યા હતા. રોકેટ છોડાતા એક વ્યક્તિનું મોત પણ થઈ ગયું હોય તેવી માહિતી સામે આવી રહી છે. ઇઝરાયલની સેનાએ કહ્યું કે ‘અમે યુદ્ધ માટે તૈયાર છીએ.’રક્ષામંત્રી યોઆવ ગૅલેન્ટે કહ્યું કે "હમાસે આજે સવારે ઇઝરાયલ સામે યુદ્ધ શરૂ કરીને ભારે ભૂલ કરી છે. ઇઝરાયલના સૈનિકો દરેક જગ્યાએ હુમલાખોરો સામે લડી રહ્યા છે. આ યુદ્ધ ઇઝરાયલ રાષ્ટ્ર જ જીતશે." સમગ્ર ઈઝરાયલમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે અને લોકોને ઘરમાં રહેવા માટે સૂચના આપી છે. 

Image

પીએમએ યુદ્ધની ઘોષણા કરી 

જે રોકેટ છોડવામાં આવ્યા છે તે રહેણાંક વિસ્તારમાં છોડવામાં આવ્યા છે. શનિવારે સવારે લગભગ 8 વાગે રાજધાની તેલ અવીવ, સેડેરોટ અને એશકેલોન શહેરોમાં છોડાયા છે. શહેરની સીમામાં હમાસીઓ દાખલ થઈ રહ્યા હતા. કોઈ પેરાગ્લાઈડર્સનો ઉપયોગ કરીને સીમામાં દાખલ થયા તો કોઈ  રોડ માર્ગે ઈઝરાયેલમાં ઘૂસી ચૂક્યા. આ બનાવને પગલે ઈઝરાયેલના પ્રધાનમંત્રીએ ઈમર્જન્સી બેઠક બોલાવી અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. યુદ્ધની ઘોષણા પીએમ દ્વારા કરવામાં આવી. વડાપ્રધાને દેશની સેનાને તે વિસ્તારો ખાલી કરવાનો આદેશ આપ્યો છે જ્યાં હમાસના ઘૂસણખોરો સાથે લડાઈ ચાલી રહી છે.  


We are at war - ઈઝરાયેલ વડાપ્રધાન 

આ વિવાદ આજનો નથી પરંતુ 75 વર્ષથી ચાલી રહ્યો છે. ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે વિવાદ  વેસ્ટ બેન્ક, ગાઝા પટ્ટી અને ગોલન હાઇટ્સ જેવા વિસ્તારને લઇને ચાલી રહ્યો છે. પેલેસ્ટાઇન આ વિસ્તારો સહિત પૂર્વ જેરૂસલેમ પર દાવો કરે છે. બીજી તરફ ઇઝરાયલ જેરૂસલેમનો પોતાનો દાવો છોડવા માટે તૈયાર નથી. આ ઘટના બાદ પીએમે એક વીડિયો સંદેશો બહાર પાડ્યો હતો. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે, ઇઝરાયેલ આ યુદ્ધમાં માટે તૈયાર છે. ઈઝરાયેલના નાગરિકોને સંબોધતા કહ્યું કે-We are at war.આ કોઈ ઓપરેશન નથી, આ યુદ્ધ છે અને તેમાં આપણે જીતીશું. ભારતના વડાપ્રધાન મોદીએ પણ ઈઝરાઈલની પરિસ્થિતિને લઈ ટ્વિટ કર્યું છે. ભારત ઈઝરાયેલ સાથે છે તેવી વાત પીએમ મોદીએ ટ્વિટમાં કરી છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?