બજેટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કરશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. આજે નાણામંત્રાલયમાં યોજાયેલી હલવો સેરેમનીમાં નિર્મલા સીતારમણ પણ ઉપસ્થિત રહ્યા હતા અને અધિકારીઓ સાથે સ્વાદિષ્ટ હલવાની મજા માણી હતી. ગુરુવારે પરંપરાગત હલવા સેરેમની સાથે બજેટને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી આ ઈવેન્ટ થઈ શકી ન હતી. દર વર્ષે બજેટની તૈયારી માટે લોક-ઇન પ્રક્રિયા પહેલા હલવા સમારોહનું આયોજન કરવામાં આવે છે.
Delhi: 'Halwa Ceremony' held at Finance Ministry to mark the beginning of printing of documents relating to Union Budget 2023-24
Union Finance Minister Nirmala Sitharaman, Union MoS for Finance Dr Bhagwat Kishanrao Karad, Senior officials of Finance Ministry were present. pic.twitter.com/t2l1NuFsok
— ANI (@ANI) January 26, 2023
અધિકારીઓ ભોયરામાં બંધ
Delhi: 'Halwa Ceremony' held at Finance Ministry to mark the beginning of printing of documents relating to Union Budget 2023-24
Union Finance Minister Nirmala Sitharaman, Union MoS for Finance Dr Bhagwat Kishanrao Karad, Senior officials of Finance Ministry were present. pic.twitter.com/t2l1NuFsok
હલવા સેરેમની પછી, નાણા મંત્રાલયના કેટલાક પસંદગીના અધિકારીઓ નોર્થ બ્લોકના ભોંયરામાં રહે છે. નાણામંત્રીના બજેટ ભાષણ પછી જ આ લોકોને બહાર જવાની મંજૂરી આપવામાં આવે છે. આવું એટલા માટે થાય છે કે બજેટ સંબંધિત કોઈ માહિતી લીક ન થાય તેટલા માટે તેમને લોક-ઈન કરવામાં આવે છે. આ સમય દરમિયાન તેઓ પરિવારજનો, મિત્રોને મળી શક્તા નથી.
પોલીસ અને IBની રહેશે છે નજર
બજેટ બનાવવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા લગભગ 100 કર્મચારીઓને એક સપ્તાહ સુધી પરિવારથી દૂર રહેવું પડે છે. આ દરમિયાન તેમને મોબાઈલ, ઈમેલ, ફોન અને ઈન્ટરનેટનો ઉપયોગ કરવાની છૂટ નથી. એટલે કે તેઓ બહારની દુનિયાથી સંપૂર્ણપણે કપાયેલા રહે છે. ગુપ્તચર વિભાગ તેમના પર સતત નજર રાખે છે. માત્ર ભારતમાં જ નહીં, વિશ્વના ઘણા દેશોમાં અધિકારીઓને આવી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આ અધિકારીઓ માટે ડોક્ટરોની એક ટીમ પણ હાજર રહે છે. જો કોઈ અધિકારીની તબિયત બગડે તો તેમની સારવાર થઈ શકે તે માટે આવું કરવામાં આવે છે. આ અધિકારીઓ પર સતત CCTVથી નજર રાખવામાં આવે છે.