હળવદમાં ગોઝારો અકસ્માત: ટ્રકચાલકે અડફેટે લેતા 2 સગીરાનાં મોત ઘટના, બે ઇજાગ્રસ્ત


  • Published By :
  • Published Date : 2023-08-25 13:39:59

રાજ્યના લોકો અમદાવાદના ઈસ્કોન બ્રીજ પર થયેલા  અને 9 લોકોનો ભોગ લેનારા ગમખ્વાર અકસ્માતને હજું ભૂલ્યા નથી ત્યા મોરબી નજીક વધુ એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં રણજીતગઢ પાસે અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. ઘટના સ્થળે હાજર લોકોના જણાવ્યા પ્રમાણે ટ્રકે રોડની સાઈડમાં ઉભેલા ત્રણ લોકોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં બે સગીરાના મોત થયા છે. આ ભયાનક અકસ્માતને પગલે અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનામાં બે માસુમના મોત બાદ પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી.


ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડાયા


મોરબી જિલ્લામાં આજે સવારે 11 વાગ્યાની આસપાસ વધુ એક અકસ્માતની ઘટનામાં બે સગીરાએ જીવ ગુમાવ્યો છે. વિગતો મુજબ હળવદ તાલુકામાં રણજીતગઢ પાસે રોડની સાઈડમાં બે સગીરા સહિત ઉભેલા ત્રણ લોકોને એક બેફામ ટ્રકે અડફેટે લીધા હતા. આ ટક્કર એટલી ભયાનક હતી કે, બે સગીરાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ તરફ ટ્રક ચાલક સહિત બે વ્યક્તિઓને ઇજા પહોંચી છે. ટ્રક ચાલક સહિત બે વ્યક્તિને ઈજા થતાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતા હળવદ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...