ઉત્તરાખંડના હલ્દ્વાની રેલ્વે જમીન કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે, સુપ્રીમ કોર્ટે નૈનીતાલ હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે લગાવ્યો છે. સુપ્રીમ કોર્ટે અસરગ્રસ્તોને મોટી રાહત આપતા રાજ્ય સરકારને ફટકાર લગાવતા કહ્યું હતું કે 50 હજાર લોકોને રાતોરાત હટાવી શકાય નહીં. સુપ્રીમે રેલવેને પણ નોટિસ ફટકારી છે, અને આગામી 7 ફેબ્રુઆરી સુધી દબાણ નહીં હટાવવાનો હુકમ આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી 7 ફેબ્રુઆરીએ થશે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી પીડિત પરિવારોએ રાહતનો શ્વાસ લીધો છે.
"Thousands can't be uprooted overnight," SC stays eviction order in Uttarakhand's Haldwani
Read @ANI Story | https://t.co/j8FFWUELrr#SupremeCourt #Uttarakhand #Haldwani #railway pic.twitter.com/jueOSMcC0G
— ANI Digital (@ani_digital) January 5, 2023
ઉત્તરાખંડ હાઈકોર્ટે આપ્યો હતો ચુકાદો
"Thousands can't be uprooted overnight," SC stays eviction order in Uttarakhand's Haldwani
Read @ANI Story | https://t.co/j8FFWUELrr#SupremeCourt #Uttarakhand #Haldwani #railway pic.twitter.com/jueOSMcC0G
ઉત્તરાખંડ હાઈકોર્ટે 20 ડિસેમ્બરે હલ્દાનીમાં રેલવે જમીન પરના દબાણો હટાવવા માટે હુકમ આપ્યો હતો. રાજયનું વહીવટીતંત્ર પણ આ દબાણોની તૈયારીમાં લાગી ગયું હતું. જો કે આ દરમિયાન બે જાન્યુઆરીએ અસરગ્રસ્તોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને તેના પર આજે સુનાવણી થયા બાદ સુપ્રીમ કોર્ટે પીડિત પરિવારોના હિતમાં ચુકાદો આપ્યો હતો.
હલ્દ્વાની વસાહત વિવાદ શું છે?
ઉત્તરાખંડના હલ્દ્વાનીના બાનભૂલપુરાના 2.2 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી ગફૂર બસ્તી, ઢોલક બસ્તી અને ઈન્દિરા નગર આવેલા છે. જ્યાં રેલ્વે દ્વારા રહેવાસીઓને નોટિસ ફટકારવામાં આવી છે કે, કિમી 82.900 થી 80.170 રેલ્વે કિમી વચ્ચેના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે, નહીં તો દબાણ દૂર કરવામાં આવશે અને અતિક્રમણ કરનારાઓ પાસેથી જ ખર્ચ વસૂલવામાં આવશે.
રેલવેના જણાવ્યા અનુસાર 2013માં ગૌલા નદીમાં ગેરકાયદે રેતી ખનનને લઈને મામલો સૌપ્રથમ કોર્ટમાં પહોંચ્યો હતો. 10 વર્ષ પહેલા તે કિસ્સામાં એવું જાણવા મળ્યું હતું કે, રેલ્વેની બાજુમાં રહેતા લોકો જ ગેરકાયદેસર રેતી ખનન સાથે સંકળાયેલા હતા. ત્યારે દાવો કરવામાં આવે છે કે, હાઈકોર્ટે રેલવેને પક્ષકાર બનાવીને વિસ્તાર ખાલી કરવા કહ્યું હતું. ત્યારબાદ સ્થાનિક રહેવાસીઓએ સુપ્રીમ કોર્ટમાં જઈને વિરોધમાં અરજી દાખલ કરી હતી.
સુપ્રીમ કોર્ટે સ્થાનિક રહેવાસીઓની દલીલો સાંભળવાનો પણ નિર્દેશ આપ્યો છે. રેલવેનો દાવો છે કે, તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટે 20 ડિસેમ્બર 2022ના રોજ અતિક્રમણ કરનારાઓને હટાવવાનો નિર્દેશ આપ્યો હતો. રેલવેનો દાવો છે કે, તેની પાસે જૂના નકશા, 1959નું નોટિફિકેશન, 1971નો રેવન્યુ રેકોર્ડ અને 2017નો સર્વે રિપોર્ટ છે.
પરંતુ હાથમાં તમામ દસ્તાવેજો, જૂના કાગળો અને દલીલો સાથે લોકો પ્રશ્નો ઉભા કરે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, અમે રેલવેની જમીન પર દબાણ કર્યું નથી, રેલવે અમારી પાછળ પડી છે. હાલમાં રેલવેના 4400 પરિવારો અને 50 હજાર લોકો દબાણ કરનાર છે કે પછી તેઓ પોતાના ઘર બચાવવા લાચારીના વળાંક પર ઉભા છે.