હાફિઝ સઈદે PM મોદીને ખુનની નદીઓ વહાવવાની આપી ધમકી, video વાયરલ


  • Published By :
  • Published Date : 2023-02-26 14:31:39

ભારતમાં મુંબઈ સહિત અનેક આતંકવાદી હુમલાઓના દોષી લશ્કર-એ-તૈયબાના નેતા હાફિઝ સઈદે ફરી એક વખત ભારત વિરૂધ્ધ ઝેર ઓક્યું છે. ઘોટકીમાં કેટલાક હિંદુઓના ધર્મ પરિવર્તનના સમાચાર બાદ હવે આ મોસ્ટ વોન્ટેડ આતંકીનો નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં હાફિઝ સઈદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશની જનતાને ખુલ્લેઆમ ધમકી આપી રહ્યો છે. તે કહી રહ્યો છે કે જો ભારત પાકિસ્તાનમાં આવતા પાણીને રોકશે તો તે પીએમ મોદીનો શ્વાસ રૂંધી નાખશે.


હાફિઝે શું ધમકી આપી?


વાયરલ વિડીયોમાં આતંકી હાફિઝ પીએમ મોદીનું નામ લઈને કહીં રહ્યો છે કે "તે ઢાકા યુનિવર્સિટીમાં મંચ પર ઉભા રહીને કહ્યું  કે પાકિસ્તાનને તોડી અમે બાંગ્લાદેશ બનાવ્યું છે, એમ કહીંને તુ કહે કે હાફિઝ સઈદ ચુપ રહે તો હું ચુપ નહીં રહું, તારી જીભ ખેંચીને રહીશું, તું ઈસ્લામાબાદ પર દબાણ કરી રહ્યો છે કે હાફિઝ શહિદ શું બોલી રહ્યો છે તો તું જે બોલીશ અમે પણ બોલીશું"


હાફિઝ સઈદે ભાષણમાં વધુમાં કહ્યું કે "તું કહે છે કે પાકિસ્તાનનું પાણી રોકીશું, કાશ્મીરમાં ડેમ બનાવીને પાકિસ્તાનનું પાણી રોકીશ, સાંભળી લે તું જો પાણી બંધ કરીશ તો અમે તારો શ્વાસ બંધ કરી દેઈશું. આ નદીઓમાં ફરી લોહી વહેશે" હાફિઝ સઈદનો આ વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?