દેશમાં વધી રહ્યા છીએ H3N2 વાઇરસના કેસ, ICMRએ આપી ચેતવણી, જાણો શું છે રોગના લક્ષણો અને બચાવ


  • Published By :
  • Published Date : 2023-03-05 14:25:07

ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં વાઇરસજન્ય બિમારીઓ વધી રહી છે. રાજધાની દિલ્હીમાં છેલ્લા બે મહિનાથી ઈન્ફલ્યુએન્ઝાના કેસએ સરકાર અને લોકોની ચિંતા વધારી છે. ફ્લૂના વધતા જતા કેસોને કારણે લોકો ભયભીત બન્યા છે, કારણ કે તેની સામે લડી રહેલા દર્દીઓમાં કોરોના જેવાં લક્ષણો જોવા મળી રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હી અને આસપાસના વિસ્તારોમાંથી આવા ઘણા દર્દીઓ હોસ્પિટલ પહોંચ્યા છે, જેઓ 10-12 દિવસથી તાવ સાથે ઉધરસથી પરેશાન છે.


H3N2 વાઇરસનો કહેર


ICMRના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઈન્ફલ્યુએન્ઝા વાઇરસનો એક સબ-ટાઈપ એચ3એન2 (H3N2) છેલ્લા બે-ત્રણ મહિનાથી ફેલાઈ રહ્યો છે. દેશના ઘણા ભાગોમાં લોકોમાં સમાન સ્ટ્રેનનાં લક્ષણો જોવા મળ્યાં છે. નિષ્ણાતોનું કહેવું છે કે, અન્ય સબ-ટાઇપ કરતાં આ વેરિયન્ટને કારણે લોકોને હોસ્પિટલમાં વધુ દાખલ કરવામાં આવે છે.


બિમારીના લક્ષણો શું છે?


જે દર્દીઓ ઇન્ફ્લ્યુએન્ઝા વાઇરસના H3N2 સ્ટ્રેઇનથી સંક્રમિત છે તેવા આ ફ્લૂના દર્દીને 2-3 દિવસ સુધી સખત તાવ આવે છે. દર્દીમાં સતત બે અઠવાડિયા સુધી ખાંસી આવવા ઉપરાંત શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, ગળામાં બળતરા થવી. આ ફ્લૂનાં સામાન્ય લક્ષણોમાં માનવામાં આવે છે.


IMA શું સલાહ આપી?


દેશમાં વધી રહેલા વાઈરસજન્ય રોગોને લઈ ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)એ લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. IMAના જણાવ્યા પ્રમાણે શરદી, તાવ અને ઉબકા આવે તો લોકો વિચાર્યા વિના એન્ટિબાયોટિક્સ ન લેવાની સલાહ આપી છે. એસોસિયેશને ડોક્ટરોને દર્દીઓનાં લક્ષણો જોયા પછી જ સારવાર આપવા અને એન્ટિબાયોટિક્સ પ્રિસ્ક્રાઈબ ન કરવા જણાવ્યું છે. વધુ એન્ટિબાયોટિક્સ લેવાથી લોકોની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. વળી આમ પણ એક અઠવાડિયામાં ફ્લૂ મટી જાય છે.


ચેપથી બચવા માટે શું કરવું?


ડોકટરોની સલાહ છે કે, કેટલીક સામાન્ય બાબતોને ધ્યાનમાં રાખીને તેના સંક્રમણને ઓછું કરી શકાય છે.

જે લોકોને ચેપનું લક્ષણ છે, તેમના નજીકના સંપર્કથી બચશે.

બીમાર થવા પર ઘર પર રહો અને આરામ કરો.

હાથોની સાફ-સફાઈનું ધ્યાન રાખો.

શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાના ઉપાયો કરો.

છીંક અને ખાંસતી વખતે તમારા મોં અને નાકને ઢાંકો.

આંખ, નાક કે મોંને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.