જ્ઞાનવાપીમાં શિવલિંગની કાર્બન ડેટિંગ પર સપ્રીમે આપ્યો સ્ટે, આગામી 7 ઓગસ્ટે થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-05-19 18:54:09

સુપ્રીમ કોર્ટે શુક્રવારે વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં મળેલી શિવલિંગ જેવી આકૃતિની કાર્બન ડેટિંગ અને સમગ્ર કેમ્પસના વૈજ્ઞાનિક સર્વે પર આગામી સુનાવણી સુધી રોક લગાવી દીધી છે. અલ્હાબાદ હાઈકોર્ટે 12 મેના રોજ આધુનિક ટેકનિકનો ઉપયોગ કરીને શિવલિંગ જેવી રચનાની કાર્બન ડેટિંગ કરવાનો આદેશ આપ્યો હતો. આ પછી જ્ઞાનવાપી મસ્જિદ પ્રબંધન સમિતિએ આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. મસ્જિદ સમિતિના પદાધિકારીઓનું કહેવું છે કે આ આકૃતિ મસ્જિદ પરિસરમાં બનેલા વજુ ખાનામાં આવેલા ફુવારાઓનો એક ભાગ છે.


દલીલ સાંભળ્યા બાદ સુપ્રીમે આપ્યો સ્ટે


મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેંચ સમક્ષ જ્ઞાનવાપી મસ્જિદ પ્રબંધન સમિતિના વકીલ હુઝૈફા અહમદીએ જણાવ્યું હતું કે- અલ્હાબાદ હાઈકોર્ટે અપીલ હોવા છતા આ આદેશ આપ્યા હતા. હુઝૈફાની દલીલ સાંભળ્યા બાદ બેંચે અરજી પર સુનાવણી માટે સહમત થઈ ગઈ હતી. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે શિવલિંગ જેવી આકૃતિના વૈજ્ઞાનિક સર્વેક્ષણ અને કાર્બન ડેટિંગ માટે હાઇકોર્ટના આદેશ સામે મસ્જિદ સમિતિની અરજી પર કેન્દ્ર સરકાર, ઉત્તર પ્રદેશ સરકાર અને હિન્દુ અરજદારોને પણ નોટિસ જારી કરી હતી.


આગામી 7 ઓગસ્ટે થશે સુનાવણી


સુપ્રીમ કોર્ટે આજે શુક્રવારે અરજી પર સુનાવણી કરતા કહ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશમાં સંબંધિત નિર્દેશોના ક્રિયાન્વયન આગામી સુનાવણી સુધી સ્થગિત રહેશે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી મામલાની સુનાવણી 7 ઓગસ્ટ સુધી ટાળી દીધી છે. ત્યાં સુધી કાર્બન ડેટિંગ પર પણ પ્રતિબંધ યથાવત રહશે. આ પહેલા સુનાવણીમાં CJI ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેંચે જ્ઞાનવાપી મસ્જિદ પ્રબંધન સમિતિ તરફથી ઉપસ્થિત એડવોકેટ હુઝૈફા અહમદીની દલીલોનું સંજ્ઞાન લીધું હતું અને અરજી પર શુક્રવારે સુનાવણી માટે સૂચીબદ્ધ કરવા પર સહમતિ વ્યક્ત કરી હતી.


મુસ્લિમ પક્ષે શું દલીલ કરી?


જ્ઞાનવાપી મસ્જિદ પ્રબંધન સમિતિ તરફથી ઉપસ્થિત એડવોકેટ હુઝૈફા અહમદીએ દલીલ કરી કે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ દાખલ અપીલ પેન્ડિંગ છે. અલ્હાબાદ હાઈકોર્ટે 12 મેનાં રોજ અત્યાધુનિક ટેક્નિકનો ઉપયોગ કરીને જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા સંરચનાની ઉંમર નિર્ધારિત કરવાનો આદેશ આપ્યો હતો, જે સંરચનાને શિવલિંગ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.હાઈકોર્ટે વારાણસી જિલ્લા અદાલતના તે આદેશને રદ કરી દીધો હતો જે અંતર્ગત મે 2022માં જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં કરવામાં આવેલા સર્વે દરમિયાન મળેલી સંરચનાની કાર્બન સહિત અન્ય વૈજ્ઞાનિક પરીક્ષણ કરવાનો અનુરોધવાળી અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટ વારાણસીના જિલ્લા ન્યાયાધીશને શિવલિંગના વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરાવવાના હિન્દુ પક્ષના અનુરોધ પર કાયદા મુજબ આગળ વધારવાના નિર્દેશ આપ્યા હતા.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?