ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલી જ્ઞાનવાપી ખરેખર કોની છે? આ અંગે હિંદુઓ અને મુસ્લિમો પોત પોતાનો દાવો કરતા હતા. અંતે આ કેસ કોર્ટમાં ગયો આજે સોમવારે મસ્જિદ વિવાદમાં વારાણસી જિલ્લા કોર્ટેમાંથી ચુકાદો આવી ગયો છે. કોર્ટ તરફથી હિન્દુ પક્ષની અરજીનો સ્વિકાર કરવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે આ કેસ સુનાવણી કરવા યોગ્ય છે. કોર્ટ દ્વારા આગામી 22 સપ્ટેમ્બરે આ કેસની સુનાવણી શરૂ કરવામાં આવશે.
શું કહ્યું વારાણસી જિલ્લા કોર્ટે
જિલ્લા જજ ડો. અજય કૃષ્ણ વિશ્વેશે ચુકાદો સંભળાવતા કહ્યું કે, આ કેસમાં અંજૂમન ઈંતજામિયા કમિટીની અરજી રદ કરવામા આવે છે. જજે કહ્યું કે, રૂલ 6/11 લાગૂ થશે, 7/11 લાગૂ નહીં થાય. તો વળી કોર્ટે માન્યું કે, જ્ઞાનવાપી પરિસરમાં પૂજા કરવાના અધિકારવાળી માગ 5 હિન્દુ મહિલાઓ દ્વારા દાખલ કરવાનો કેસ સુનાવણી યોગ્ય છે. સાથે જ હવે આ કેસની આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરે થશે.
વારાણસીમાં કલમ 144 લાગુ કરાઈ
જ્ઞાનવાપી મસ્જીદ કેસની ગંભીરતાને જોતા વારાણસીમાં કલમ-144 લગાવવામાં આવી હતી. ઠેર-ઠેર પોલીસ તૈનાત કરવામાં આવી હતી. કોર્ટ પરિસરની સુરક્ષા અંગે પોલીસ તંત્ર ઘણુ સજાગ હતું. કોર્ટ પરિસરમાં કોઈ અરાજક્તા ન સર્જાય તે માટે બે હજારથી પણ વધુ પોલીસકર્મી ખડકી દેવામાં આવ્યા હતા. બીજી તરફ જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી વિવાદનો ચૂકાદો પોતાના પક્ષમાં આવે તે માટે હિંદુ પક્ષ દ્વારા અનેક મંદિરોમાં હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવામાં આવ્યો હતો.
Gyanvapi mosque case: Hindu side to seek for ASI survey, carbon dating of Shivling if judgment comes in our favour
Read @ANI Story | https://t.co/ArLmb61tn8#Gyanvapimosque #GyanvapiCase #VaranasiCourt pic.twitter.com/V0uT3tgetA
— ANI Digital (@ani_digital) September 12, 2022
જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી કેસ શું છે?
Gyanvapi mosque case: Hindu side to seek for ASI survey, carbon dating of Shivling if judgment comes in our favour
Read @ANI Story | https://t.co/ArLmb61tn8#Gyanvapimosque #GyanvapiCase #VaranasiCourt pic.twitter.com/V0uT3tgetA
ઉત્તર પ્રદેશના વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં સ્થાપિત હિંદુ દેવી-દેવતાઓની પૂજા કરવાની મંજૂરી પાંચ હિંદુ મહિલાઓએ માંગી હતી. આ પાંચ અરજીકર્તાઓની આગેવાની દિલ્હીની રાખી સિંહ કરી રહી છે, બાકીની ચાર મહિલાઓ બનારસની સીતા સાહુ, મંજુ વ્યાસ, લક્ષ્મી દેવી અને રેખા પાઠક છે. કોર્ટના આદેશ પર મસ્જિદમાં સર્વે પણ કરવામાં આવ્યો હતો. સર્વે બાદ હિંદુ પક્ષે દાવો કર્યો હતો કે શિવલિંગ મસ્જિદના ભોંયરામાં છે, જ્યારે મુસ્લિમ પક્ષે તેને ફુવારો હોવાનું જણાવ્યું હતું. 26 એપ્રિલ 2022ના રોજ, વારાણસી સિવિલ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં શૃંગાર ગૌરી અને અન્ય દેવતાઓની ચકાસણી માટે વીડિયોગ્રાફી અને સર્વે કરવાનો આદેશ આપ્યો હતો.