અલ્લાહબાદ હાઈકોર્ટે શુક્રવારે જ્ઞાનવાપી મસ્જિદ અને વિશ્વનાથ મંદિર વચ્ચેના વિવાદમાં મહત્વો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે દરમિયાન મળેલા કથિત શિવલિંગની કાર્બન ડેટિંગ કરાવવામાં આવે. કોર્ટે જિલ્લાના જજના આદેશનો પણ રદ્દ કર્યો હતો. ન્યાયમૂર્તિ અરવિંદ કુમાર મિશ્રાની બેંચે ASIની રિપોર્ટના આધારે કથિત શિવલિંગનું સાયન્ટિફિક સર્વેની તપાસ કરાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આર્કિયોલોજીકલ સર્વેને પણ કહ્યું છે કે શિવલિંગને કોઈ પણ પ્રકારે ખંડિત કર્યા વગર જ તેની વૈજ્ઞાનિક તપાસ કરે"
#WATCH | Vishnu Shankar Jain, representing the Hindu side in the Gyanvapi mosque case, gives details on the Allahabad High Court order allowing ASI to conduct carbon dating of 'Shivling' found in the mosque premises.
"...The ASI has presented several techniques of scientific… https://t.co/LG5wmhqui4 pic.twitter.com/ldYyYJHW7B
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 12, 2023
કાર્બન ડેટિંગ શું છે?
#WATCH | Vishnu Shankar Jain, representing the Hindu side in the Gyanvapi mosque case, gives details on the Allahabad High Court order allowing ASI to conduct carbon dating of 'Shivling' found in the mosque premises.
"...The ASI has presented several techniques of scientific… https://t.co/LG5wmhqui4 pic.twitter.com/ldYyYJHW7B
કાર્બન ડેટિંગ એ પ્રક્રિયાનું નામ છે જેનો ઉપયોગ કરીને કોઈ પણ ચીજની ઉંમર જાણી શકાય છે. આ પ્રક્રિયા દ્વારા લાકડું, પથ્થર,બીજાણું, ચામડું, વાળ, કંકાલ, વગેરેની વય જાણી શકાય છે. એટલે કે કોઈ પણ ચીજ જેમાં કાર્બનિક અવશેષ હોય છે, તેની લગભગ ઉંમર આ સિસ્ટમ દ્વારા જાણી શકાય છે. આ જ કારણે ફરિયાદી પક્ષની ચાર મહિલાઓએ જ્ઞાનવાપી પરિસરમાં સર્વેમાં મળેલા કથિત શિવલિંગની કાર્બન ડેટિંગ કે કોઈ અન્ય આધુનિક સિસ્ટમ દ્વારા તપાસ કરાવવાની માગ કરી હતી.
વિવાદનું કારણ અને કાર્બન ડેટિંગનો ઉપયોગ જાણો
જ્ઞાનવાપી વિવાદ અંગે, હિન્દુ પક્ષનો દાવો છે કે તેની નીચે આદિ વિશ્વેશ્વરનું 100 ફૂટ ઊંચું સ્વયં-પ્રદર્શિત જ્યોતિર્લિંગ છે. કાશી વિશ્વનાથ મંદિર લગભગ 2050 વર્ષ પહેલા મહારાજા વિક્રમાદિત્ય દ્વારા બનાવવામાં આવ્યું હતું, પરંતુ મુગલ સમ્રાટ ઔરંગઝેબે વર્ષ 1664માં મંદિરને તોડી પાડ્યું હતું. ફરિયાદી પક્ષના દાવામાં કહેવામાં આવ્યું છે કે મંદિર તોડીને તેની જમીન પર મસ્જિદ બનાવવામાં આવી હતી, જે હવે જ્ઞાનવાપી મસ્જિદ તરીકે ઓળખાય છે. જો કાર્બન ડેટિંગમાં કથિત શિવલિંગ તે સમયની આસપાસ મળી આવે તો આ બાબતમાં તેને મોટી સફળતા કહેવાશે.