સમગ્ર જ્ઞાનવાપી પરિસરનું ASI દ્વારા સર્વે કરાવવાની માગ કરતી અરજીને જિલ્લા કોર્ટે આપી મંજુરી, 22મેના રોજ થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-05-16 17:01:31

વારાણસીના બહુચર્ચીત જ્ઞાનવાપી પરિસરમાં મળેલી શિવલિંગ જેવી આકૃતિ જ નહીં પરંતું સમગ્ર વિવાદિત સ્થળનું આર્કિયોલોજીકલ સર્વે દ્વારા વૈજ્ઞાનિક પધ્ધતીથી તપાસ કરાવવાની અરજીને જિલ્લા જજની અદાલતે મંજુરી આપી દીધી છે. આ મામલે કોર્ટે અંજુમન ઈંતજામિયા મસાજિદ કમિટીને વાંધા રજુ કરવા માટે 19 મે સુધીનો સમય આપવામાં આવ્યો છે. મસાજિદ કમિટીને અરજીની કોપી આપવામાં આવી છે. આ સાથે જ કોર્ટે કેસની સુનાવણી માટે 22 મેની તારીખ નક્કી કરી છે.


એડવોકેટ વિષ્ણુ શંકર જૈને શું દલીલો કરી?


સુપ્રીમ કોર્ટના એડવોકેટ વિષ્ણુ શંકર જૈને 6 અરજીકર્તાઓ વતી સર્વેની માગ કરતી અરજી કરી છે. તેમણે કહ્યું કે સનાતન ધર્મ હિંદુ ધર્મમાં શ્રધ્ધા રાખનારા તમામ લોકો તે ઈચ્છે છે, કે અમારા આરાધ્ય વિશ્વેશ્વર સાથે સંકળાયેલું જ્ઞાનવાપીનું સત્ય સામે આવે. તમામને એ જાણવાનો હક્ક છે કે જ્ઞાનવાપીમાં આદિ વિશ્વેશ્વરનું મંદિર ક્યારે બન્યું હતું? આ જ કારણે હવે અમે લોકોએ મંદિરના સમગ્ર વિવાદિત પરિસરનું કાર્બન ડેટિંગ અને ગ્રાઉન્ડ પેનેટ્રેટિંગ રડાર(જીપીઆર) ટેકનોલોજીથી આર્કિયોલોજીકલ સર્વે દ્વારા સર્વે કરાવવાની કોર્ટ સમક્ષ માગ કરી છે. એડવોકેટએ કહ્યું કે દેશની પ્રજાને વિવાદિત સ્થળની વાસ્તવિક્તા જાણવાનો હક્ક છે. વિવાદિત સ્થળ નીચે જમીનમાં શું સત્ય દટાયું છે? મંદિરને ધ્વસ્ત કરીને તેના ઉપર કથિત ગુંબજ ક્યારે બનાવવામાં આવ્યાં? તથા આ ત્રણેય ગુંબજ કેટવા જુના છે? વધુમાં તેમણે કહ્યું કે પ્રાચીન કાળથી અમારી આસ્થાના કેન્દ્ર રહેલા અમારા ધર્મસ્થળોને વિદેશી આક્રમણખોરોએ તલવારના જોરે ઉજાડી દીધા હતા.    


આ લોકોએ કરી છે અરજી


સુપ્રીમ કોર્ટના એડવોકેટના જણાવ્યા પ્રમાણે આ અરજી રામ પ્રસાદ સિંહ, મહંત શિવ પ્રસાદ પાંડેય, લક્ષ્મી દેવી, સીતા સાહુ, મંજુ વ્યાસ અને રેખા પાઠક દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી છે. ચારેય મહિલાઓ પહેલાથી જ જ્ઞાનવાપીના મા શ્રૃંગાર ગૌરી કેસમાં પણ ફરિયાદી છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?