Gyan sahayakનો વિરોધ : AAP-Congress માટે રાજનીતિક માહોલ! ઉમેદવારો માટે નોકરી પણ બાળકોને કોણ આપશે શિક્ષણ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-21 13:27:06

 અનેક વખત જ્ઞાન સહાયકનો મુદ્દો અમે એટલે કે જમાવટ વાળાએ ઉપાડ્યો છે. જ્ઞાન સહાયકને લઈ આંદોલન થાય છે ત્યારે ત્યારે અમે એ ન્યુઝને કવર કરી છે. અમે એ લોકોનો અવાજ બન્યા છીએ જે શિક્ષણ માટે આંદોલન કરે છે કારણ કે અમને દેશના ભાવિના શિક્ષણની ચિંતા છે. ગઈકાલે જ્ઞાન સહાયકના વિરોધમાં અને ટેટ-ટાટ ઉમેદવારોના સમર્થનમાં આમ આદમી પાર્ટીએ દાંડી યાત્રા 2.0નું આયોજન કર્યું હતું. તે ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા પણ એક રેલી કાઢવામાં આવી હતી.

જ્યાં સુધી આંદોલન નથી થતું ત્યાં સુધી નથી ખેંચાતું લોકોનું ધ્યાન 

આવા મુદ્દાઓ રાજકીય પક્ષો માટે રાજનીતિ કરવાનું સાધન હોય છે. આ મુદ્દાઓ પર રાજનેતાઓ પોતાની રાજકીય રોટલી શેકતા હોય છે. આંદોલનમાંથી જ અનેક નેતાઓ પેદા થાય છે. અનેક નેતાઓના ઉદાહરણ આપણી સામે છે જેમાં આંદોલનને કારણે તેઓ આગળ આવ્યા અને પછી રાજનીતિમાં જોડાઈ ગયા. આમાંથી અનેક લોકો, અનેક ઉમેદવારો એવા હશે જે આગળ જતા નેતાઓ બને. આંદોલન કરવાથી પ્રશ્નનું નિરાકરણ આવે છે કે કેમ તેની ખબર નથી પરંતુ જ્યાં સુધી આંદોલન ચાલે છે ત્યાં સુધી તે મુદ્દા પર લોકોનું ધ્યાન ખેંચાતું રહે છે. રાજકીય પાર્ટીઓ માટે ભલે આ મુદ્દો ચૂંટણી લક્ષી હોઈ શકે છે, માહોલ બનાવા માટે આ મુદ્દો મદદરૂપ થઈ શકે છે પરંતુ સરકારી શાળામાં બાળકો માટે એ ચર્ચાનો વિષય નથી. 

શાળામાં બાળકોના ભવિષ્યનું થાય છે ઘડતર 

સરકારી શાળામાં શિક્ષણની શું પરિસ્થિતિ છે, સરકારી શાળાની શું પરિસ્થિતિ છે તે આપણે જાણીએ છીએ. અનેક વખત એવા કિસ્સાઓ આપણી સામે આવ્યા છે જેમાં અંતરિયાળ વિસ્તારોમાં અનેક કિલોમીટર દૂર સુધી સરકારી શાળા નથી હોતી. શાળા હોય છે તો જર્જરિત હાલતમાં હોય છે. કોઈ શાળાઓ એવી હોય છે જ્યાં વિદ્યાર્થીઓ હોય છે પરંતુ આખી શાળા એક જ શિક્ષકના આધારે ચાલતી હોય છે. શિક્ષણ મેળવવું, સારું શિક્ષણ મેળવવું દરેક બાળકનો હક છે. એ બાળક ભલે ગામડામાં રહેતો હોય કે પછી શહેરોમાં. શિક્ષણ મેળવવું દરેકનો અધિકાર છે. આઝાદીના આટલા વર્ષો બાદ પણ જો બાળકોને શિક્ષણ નથી મળતું તે નિષ્ફળતા કહેવાય. શિક્ષણ બાળકના ઘડતરનો પાયો છે. 

અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકોને ખાસ જરૂર હોય છે શિક્ષકોની  

આ આંદોલન રાજકીય પાર્ટી માટે મુદ્દો હતો, ટેટ-ટાટ પાસ ઉમેદવારો માટે નોકરીનો સવાલ હતો. આ આખા પ્રકરણમાં એ વિદ્યાર્થીઓને આપણે ભૂલી ગયા છે શિક્ષા માટે ઝંખી રહ્યા છે. એ બાળકો વિશે કોણ વિચારશે જેમને ધ્યાનમાં રાખી આ આંદોલનો, આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. શિક્ષક વગર શાળાની કલ્પના પણ ન કરી શકાય કારણ કે શિક્ષક વગર તો શાળા ચાલવાની જ નથી. ત્યારે જમાવટ આવા મુદ્દાઓ એટલા માટે ઉઠાવે છે કારણ કે વિદ્યાર્થીઓને સારા શિક્ષણની જરૂર છે. અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકોને જો સપોર્ટ મળી જાય છે તો તેઓ ક્રાંતિ લાવવા પણ સક્ષમ છે. જે બાળકો અંતરિયાળ વિસ્તારમાં રહેતા હોય છે તે લોકોને ખાસ જરૂર હોય છે સરકારી શાળાના શિક્ષકની. 


જમાવટે વિદ્યાર્થીઓ માટે બતાવે છે આંદોલનના દ્રશ્યો 

અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકોને જો સારૂ શિક્ષણ નહીં મળે તો તેઓ પાછળ રહી જશે. આપણે ક્યારેય વિકાસ નહીં કરી શકીએ જો અનેક લોકો શિક્ષણથી વંચિત રહેશે. જમાવટએ વિદ્યાર્થીઓ, એ બાળકોને ધ્યાનમાં રાખી આ વિરોધને વારંવાર બતાવે છે કારણ કે તે લોકોને શિક્ષકોની જરૂર છે. ખાડામાં ગયેલા શિક્ષણને બહાર કાઢવાની જરૂર છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?