વ્યાસ જયંતિના દિવસે ઉજવાય છે ગુરુ પૂર્ણિમા, જાણો કેમ આ દિવસે જ ગવાય છે ગુરૂના ગુણગાન?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-03 17:02:37

અષાઢ મહિનાની પૂનમને ગુરૂ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. શિષ્યના જીવનમાં જેટલું મહત્વ તેના માતા પિતાનું હોય છે તેટલું જ મહત્વ ગુરૂનું પણ હોય છે. ગુરૂના શબ્દનો અર્થ સમજીએ તો ગુનો અર્થ થાય છે અંધાર અને રૂનો અર્થ થાય છે હટાવવા વાળા. એટલે ગુરૂ શબ્દનો અર્થ થાય છે જે અંધકારને દૂર કરે છે તેને ગુરૂ કહેવાય છે. ગુરૂપૂર્ણિમા એટલે ગુરુના ગુણગાણ ગવવાનો દિવસ, તેમનો ઋણ સ્વીકાર કરવાનો દિવસ. આપણા શાસ્ત્રોમાં ગુરૂને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગુરૂ વગર જ્ઞાન મેળવવું અશક્ય છે. પ્રભુ પ્રાપ્તિનો માર્ગ ગુરૂ બતાવે છે. એવું કહેવામાં આવ્યું છે કે ગુરૂ વિના જ્ઞાન નહીં. સાચુ પણ છે માતા જન્મ આપે છે પરંતુ વ્યક્તિના ઘડતરમાં ગુરૂ મહત્વનું સ્થાન ભજવે છે. બાળકને સાક્ષરતા ગુરૂથી પ્રાપ્ત થાય છે. 


આજની પૂનમે વ્યાસ પૂનમ પણ કેહવાય છે 

હિંદુ ધર્મમાં દરેક તિથિનું અલગ મહત્વ રહેલું છે. અનેક તિથિઓ પર વિશેષ તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે. દર વર્ષે હિંદુ કેલેન્ડર પ્રમાણે અષાઢી પૂનમના દિવસે વ્યાસ પૂર્ણિમા જેને આપણે ગુરૂ પૂર્ણિમા તરીકે પણ ઓળખીયે છીએ.ધાર્મિક ગ્રંથોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે આ દિવસે વ્યાસજીનો જન્મ થયો હતો. વ્યાસજીને ભગવાન વિષ્ણુનો અવતાર પણ કહેવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે વેદવ્યાસે આજના દિવસે બ્રહ્મસૂત્રની રચના કરી હતી. તેમણે જ મહાભારત, 18 પુરાણો અને 18 ઉપ પુરાણોની રચના કરી હતી. એટલે અષાઢ મહિનાની પૂર્ણિમાએ ગુરુ તરીકે તેમની પૂજા કરવામાં આવે છે. 



અનેક લોકો આ દિવસે કરે છે માતા પિતાની પૂજા   

ગુરૂપૂર્ણિમાની ઉજવણી ધામધૂમથી સમગ્ર દેશમાં કરવામાં આવતી હોય છે. પહેલાના સમયમાં શિષ્યો ગુરૂના આશ્રમમાં રહી અભ્યાસ કરતા હતા. આજના દિવસે પણ અનેક લોકો પોતાના ગુરૂને મળવા જતા હોય છે. ગૂરૂના શરણે શિશ નમાવી આશીર્વાદ લેતા હોય છે. અનેક લોકો એવું પણ માને છે કે જો ગુરૂના આશીર્વાદ મળી જાય તો બેડો પાર થઈ જાય. આ દિવસે અનેક લોકો પોતાના માતા પિતાની પૂજા પણ કરતા હોય છે. ત્યારે જમાવટ તરફથી તમામ દર્શકોને ગુરૂપૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ.  


(નોંધ - અહીંયા આપેલી માહિતી માન્યતાઓ પર આધારિત છે)



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?