ખાલિસ્તાની આતંકવાદી પન્નુ વિરૂધ્ધ NIAનો સપાટો, પંજાબમાં આવેલી મિલકતો જપ્ત


  • Published By :
  • Published Date : 2023-09-24 12:51:24

ભારત અને કેનેડા વચ્ચેના તણાવ વચ્ચે NIAએ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. NIAએ પન્નુની ચંદીગઢ અને અમૃતસરમાં આવેલી પ્રોપર્ટીને ગેરકાયદેસર ગતિવિધિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ જપ્ત કરી છે. NIAની આ કાર્યવાહીથી તે ચોંકી ગયો છે. ફરી એકવાર તેણે ભારત વિરુદ્ધ નિવેદનો આપવાનું શરૂ કર્યું છે. પન્નુએ કહ્યું કે તેમની મિલકતો જપ્ત કરીને તેમને ચૂપ કરી શકાશે નહીં. પન્નુનો દાવો છે કે તેની સામે ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા છે.


જપ્તીની નોટિસ લગાવવામાં આવી


ચંદીગઢના સેક્ટર 15માં મિલકતની જપ્તી સંબંધિત નોટિસ ચોંટાડવામાં આવી હતી. આવી જ બીજી નોટિસ પન્નુની તેમના વતન ખાનકોટમાં ખેતીની જમીન પર લગાવવામાં આવી હતી. આને ખાલિસ્તાન તરફી આતંકવાદીઓ સામેની મોટી કાર્યવાહી માનવામાં આવે છે. આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે કેનેડાએ આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. કેનેડાના પીએમએ કહ્યું કે નિજ્જરની હત્યામાં ભારતીય ગુપ્તચર એજન્સીઓનો હાથ હતો. ભારતે આ વાતને નકારી કાઢી છે.


પન્નુ આતંકવાદીઓની ભરતી કરે છે


નિજ્જરના મૃત્યુ પછી ગુસ્સે ભરાયેલા પન્નુએ તાજેતરમાં હિન્દુઓ અને ભારતીયોને ધમકી આપી હતી.તેણે NIAની કાર્યવાહીને ભારત સરકારની નિરાશા ગણાવી હતી. તેણે કહ્યું, 'ભારત સાથેના સંઘર્ષમાં કોઈ પણ વ્યક્તિની સંપત્તિનો મુદ્દો મહત્વનો નથી. અમે ખાલિસ્તાન બનાવીશું. વર્ષ 2020માં ગૃહ મંત્રાલયે પન્નુને આતંકવાદી જાહેર કર્યો હતો. પન્નુ ભારત વિરુદ્ધ આતંકવાદમાં યુવાનોની ભરતી કરી રહ્યો છે. પન્નુ હરદીપ સિંહ નિજ્જર સાથે મળીને કામ કરતો હતો.


પન્નુએ ધમકી આપી હતી


કેનેડાએ જ્યારે ભારત સાથે રાજદ્વારી વિવાદ શરૂ કર્યો ત્યારે પન્નુએ પણ હિંમત ખુલી છે. આ દરમિયાન તેણે કેનેડામાં રહેતા હિન્દુઓને દેશ છોડી જવાની ધમકી આપી હતી. એક વીડિયોમાં તેણે કહ્યું, 'ઇન્ડો-કેનેડિયન હિંદુઓ, તમે કેનેડા અને કેનેડિયન બંધારણ પ્રત્યેની તમારી નિષ્ઠાનો ઇનકાર કર્યો છે. તમારી મંજીલ ભારત છે, તમે કેનેડા છોડીને ભારત જાવ.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?