ગુલામ નબી આઝાદે 26 ઓગષ્ટના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ તે નવી પાર્ટી બનાવશે તેવું માનવામાં આવતું હતું. આઝાદના સમર્થનમાં કાશ્મિરના અનેક અગ્રણી નેતાઓએ રાજીનામા ધરી દેતા કાશ્મિરમાં કોંગ્રેસને પણ ફટકો પડ્યો હતો. આઝાદે પણ તેમના સમર્થકો સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ નવી પાર્ટીની ઈચ્છા વ્યક્ત કરી હતી. આઝાદની આ જાહેરાતથી કાશ્મિરનું આંતરિક રાજકારણ ગરમાયું હતું.
#DemocraticAzadParty: #GhulamNabiAzad announces name of his new party pic.twitter.com/YxCt9wSyHu
— Greater Kashmir (@GreaterKashmir) September 26, 2022
ગુલામ નબી આઝાદે પાર્ટીના નામની કરી જાહેરાત
#DemocraticAzadParty: #GhulamNabiAzad announces name of his new party pic.twitter.com/YxCt9wSyHu
— Greater Kashmir (@GreaterKashmir) September 26, 2022ગુલામ નબી આઝાદે આજે પોતાની પાર્ટીના નામનું એલાન કર્યું છે. તેમણે પોતાની પાર્ટીનું નામ ‘ડેમોક્રેટિક આઝાદ પાર્ટી’ રાખ્યું છે. આઝાદે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું ત્યારબાદ તેમણે કહ્યું હતું કે, તેઓ ટૂંક સમયમાં નવી પાર્ટીના નામની ઘોષણા કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેમની પાર્ટીની વિચારધારા આઝાદ હશે. રવિવારે જ ગુલામ નબી આઝાદ શ્રીનગર પહોંચ્યા હતા. તેઓ 27 સપ્ટેમ્બર સુધી ત્યાં જ રહેશે. ત્યારબાદ તેઓ દિલ્હી જવાના છે.
આઝાદે કહ્યું હતું કે, તેમની પાર્ટીમાં ધર્મ નિરપેક્ષ લોકો જ સામેલ થઈ શકે છે. તેમણે પાર્ટીના નામને લઈને જનતા પાસેથી પણ સૂચનો માંગ્યા હતા. શ્રીનગરની મુલાકાત દરમિયાન પણ તેમણે સમર્થકો સાથે પાર્ટીના નામને લઈને મંથન કર્યુ હતું અને ત્યારબાદ હવે પ્રેસ કોન્ફરન્સ કરીને નવી પાર્ટીનું એલાન કરી દીધું છે.
જમ્મુમાં મીડિયાને સંબોધતા તેમણે કહ્યું કે મારી નવી પાર્ટી માટે ઉર્દૂ, સંસ્કૃતમાં લગભગ 1500 નામ અમને મોકલવામાં આવ્યા હતા. 'હિન્દુસ્તાની' એ હિન્દી અને ઉર્દૂનું મિશ્રણ છે. અમે ઇચ્છીએ છીએ કે નામ લોકશાહી, શાંતિપૂર્ણ અને મુક્ત હોય. ગુલામ નબી આઝાદે ગયા મહિને કોંગ્રેસ સાથેના તેમના પાંચ દાયકાથી વધુ જૂના સંબંધો તોડી નાખ્યા હતા.