ગુજકેટની પરીક્ષાનું ફોર્મ ભરવાની તારીખ જાહેર, જાણો Gujcat exam અંગેની વિગતવાર માહિતી


  • Published By :
  • Published Date : 2023-01-02 19:43:11

વિદ્યાર્થીઓ જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. ગુજકેટ પરિક્ષા માટે 6 થી 20 જાન્યુઆરી દરમિયાન ફોર્મ ભરી શકાશે. બોર્ડની વેબસાઈટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે તેવું નોટિફેકેશન બહાર પાડવામાં આવ્યું છે.


બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ 

 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક  શિક્ષણ બોર્ડ -ગાંધીનગર દ્વારા ડીગ્રી એન્જીનીયરીંગ ,ડીગ્રી/ડીપ્લોમાં  ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા A, B, અને ABગ્રુપના HSC વિજ્ઞાન  પ્રવાહના  ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ( ગુજકેટ) 2023 પરીક્ષા માટેની ઓન લાઈન આવેદન ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ www. gseb.org પર મુકવામાં આવેલ છે. વિદ્યાર્થીઓ www.gseb.org અને gujcet.gseb.org વેબસાઇટ પરથી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. આ ફોર્મ ભરવા માટે 350 રૂપિયા ફી રાખવામાં આવી છે. 


કોણ ભરી શકશે ફોર્મ?


ગુજકેટની પરક્ષી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ ડિગ્રી ડિપ્લોમા, ડિગ્રી એન્જિનિરીંગ અને ફાર્મસીના પ્રવેશ માટે લેવામાં આવે છે. ધોરણ 12 (10+2)પછી વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લેવા માટે વર્ષ 2017થી કોમન એન્ટ્રેસ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજીયાત કરવામાં આવી છે. જેથી આ વર્ષે રાજ્યમાં ડિગ્રી એન્જિનિરિંગ, ડિગ્રી ડિપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ-એ, ગ્રુપ-બી અને ગ્રુપ એ,બીના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા આપતા હોય છે. 


GUJCET માટે પરીક્ષા કેવી રીતે લેવાય છે?


 ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ માટે જણાવવામાં આવેલા વિષયના બહુવિકલ્પિય પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો ધરાવતા પ્રશ્નપત્રો રહેશે અને તેની સામે દર્શાવેલ પ્રશ્નો, ગુણ અને સમય રહેશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?