આજે વિશ્વ માતૃભાષા દિવસ છે.. માતા અને માતૃભાષા દરેકને વ્હાલી હોય છે. ભાષા એટલે એક એવું માધ્યમ છે જેના થકી આપણે એક બીજા સાથે સંવાદ કરી શકીએ છીએ. એક બીજાની લાગણી આપણે સમજી શકીએ છીએ. ત્યારે આજે સાહિત્યના સમીપમાં ઉમાશંકર જોષીની રચનાને પ્રસ્તુત કરવી છે જે માાતૃભાષા ગુજરાતીને સમર્પિત છે...
મળી માતૃભાષા મને ગુજરાતી.
સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.
રમે અન્ય સખીઓ થકી દેઇ તાળી,
સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.
કરે બોલતા જે ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગુજરાતી.
મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં,
થયા પ્રેમભટ્ટ ને અખો ભક્ત ધીંરા,
પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનલે કલ્પનાભવ્ય તેજે.
ધ્રુવા સત્ય-સાથી અહિંસા સુહાતી,
નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.
– ઉમાશંકર જોષી