Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ઉમાશંકર જોષીની રચના - ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-21 19:29:01

વરસાદની સિઝન હોય તો ફરવું કોને ના ગમે.. અનેક લોકો ફરવા માટે વરસાદની જ રાહ જોતા હોય છે.. ચોમાસા દરમિયાન પ્રકૃતિ સોળે કળાએ ખીલતી હોય છે. આજે ઉમાશંકર જોષીની 113મી જન્મ જયંતી છે.. ઉમાશંકર જોષીને 'વાસુકિ' અને  'શ્રવણ'ના નામથી પણ ઓળખવામાં આવે છે.. તેમને નર્મદ સુવર્ણચંદ્રક, રણજિતરામ સુવર્ણચંદ્રક, કવિશ્રી ન્હાનાલાલ પારિતોષિક, નહેરુ એવૉર્ડ જેવાં અનેક નામાંકિત એવોર્ડથી સન્માનિત કરાયા હતા. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ઉમાશંકર જોષીની રચના - ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા... આ રચનાને તમે સાંભળી જ હશે.. 




ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,

જંગલની કુંજકુંજ જોવી હતી;

જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,

રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.



સૂના સરવરિયાની સોનેરી પાળે

હંસોની હાર મારે ગણવી હતી;

ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે

અંતરની વેદના વણવી હતી.


એકલા આકાશ તળે ઊભીને એકલો,

પડઘા ઉરબોલના ઝીલવા ગયો;

વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,

એકલો અટૂલો ઝાંખો પડ્યો.


આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,

જંગલની કુંજકુંજ જોવી ફરી;

ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,

અંતરની આંખડી લ્હોવી જરી.



ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...