Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે અવિનાશ વ્યાસની રચના - ગુજરાતી થઇ, ગુજરાતી કોઇ, બોલે નહીં બરાબર,


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-11-30 16:05:03

અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે અવિનાશ વ્યાસની રચના...  


ગુજરાતી થઇ, ગુજરાતી કોઇ, બોલે નહીં બરાબર,

ભાષાની મીઠાશ નહીં, જાણે બોલે કાગડો, કાબર…


ઉત્તરમાં પાટણની પ્રભુતા, અંબાજી સાક્ષાત,

અને દક્ષિણમાં આદીવાસીઓ ભાષાથી અજ્ઞાન..

અને અમદાવાદમાં ચીપી ચીપીને….

પવાલામાં પાણી પીશો…?? 

અમદાવાદમાં ચીપી ચીપીને બોલે બ્ર્હામણ નાગર…



નર્મદનું સુરત જુઓ….

નર્મદનું હુરત જુઓ, તો બોલે બોલે બોબડું.

તું ને બદલે ટટ્ટુનો ટું, જ્યારે બોલે ત્યારે તોતડું

તપેલી ને એ કહે પતેલી

(મારી લાયખા… બટાકાનું હાક..!!)

તપેલી ને એ કહે પતેલી , પછી હોય શેઠ કે ચાકર…



એ અચોં અચોં કંઇ કચ્છી બોલે ને કાઠિયાવાડી ઓલા હાલો.. જી રે.. એ હાલો બાપા..

કે ચરોતરીમાં કેમ છો, ચ્યમ છો ને ગરબડને ગોટાળો, હેંડો લ્યા..


કે સૌએ મળીને ભ્રષ્ટ કર્યો છે ભાષાનો રત્નાકર…

ગુજરાતી થઇ, ગુજરાતી કોઇ, બોલે નહીં બરાબર,

બોલે નહીં બરાબર…

બોલે નહીં બરાબર…

બોલે નહીં બરાબર…


– અવિનાશ વ્યાસ       



અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....

સુરતથી એક દુ:ખદ ઘટના સામે આવી છે.. સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકોના મોત આઈસ્ક્રીમ ખાધા બાદ થયા છે તેવું પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહ્યું છે... આઈસ્ક્રીમ ખાધા બાદ તેમની તબિયત બગડી, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું...

ચાંદલો કરવાથી આજ્ઞા ચક્ર એકટિવ થાય છે ઉપરાંત એકાગ્રતા પણ વધે છે. અલગ અલગ દ્રવ્યોથી ચાંદલો કરવાથી અલગ અલગ ફળની પ્રાપ્તિ થાય છે અને ચોખાનું પણ વિશેષ મહત્વ રહેલું છે.