Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે અવિનાશ વ્યાસની રચના - ગુજરાતી થઇ, ગુજરાતી કોઇ, બોલે નહીં બરાબર..


  • Published By :
  • Published Date : 2024-07-24 17:21:41

આપણે ગુજરાતમાં રહીએ છીએ, ગુજરાત આપણી ભાષા છે.. પરંતુ અનેક લોકો ગુજરાતમાં જ એવા હશે જેમને ગુજરાતી બોલતા નહીં આવડતી હોય. અને જો થોડી થોડી આવડતી હોય છે તો પણ બરાબર બોલતા નથી આવડતી. જેમ જેમ ગુજરાતના પ્રદેશો બદલાય છે તેમ તેમ બોલી પણ બદલાય છે. ઘણી વખત બોલવાની સ્ટાઈલ પરથી ખબર પડી જાય કે સામે વાળો વ્યક્તિ ક્યાંથી આવ્યો છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે અવિનાશ વ્યાસની રચના.. 


ગુજરાતી થઇ, ગુજરાતી કોઇ, બોલે નહીં બરાબર,

ભાષાની મીઠાશ નહીં, જાણે બોલે કાગડો, કાબર…


ઉત્તરમાં પાટણની પ્રભુતા, અંબાજી સાક્ષાત,

અને દક્ષિણમાં આદીવાસીઓ ભાષાથી અજ્ઞાત..

અને અમદાવાદમાં ચીપી ચીપીને….

(પવાલામાં પાણી પીશો…?? )

અમદાવાદમાં ચીપી ચીપીને બોલે બ્ર્હામણ નાગર…


નર્મદનું સુરત જુઓ….

નર્મદનું હુરત જુઓ, તો બોલે બોલે બોબડું.

તું ને બદલે ટટ્ટુનો ટું, જ્યારે બોલે ત્યારે તોતડું

તપેલી ને એ કહે પતેલી

(મારી લાયખા… બટાકાનું હાક..!!)

તપેલી ને એ કહે પતેલી , પછી હોય શેઠ કે ચાકર…


એ અચોં અચોં કંઇ કચ્છી બોલે ને કાઠિયાવાડી ઓલા હાલો.. જી રે.. એ હાલો બાપા..

કે ચરોતરીમોં કેમ છો, ચ્યમ છો ને ગરબડને ગોટાળો, હેંડો લ્યા..


કે સૌએ મળીને ભ્રષ્ટ કર્યો છે ભાષાનો રત્નાકર…

ગુજરાતી થઇ, ગુજરાતી કોઇ, બોલે નહીં બરાબર,

બોલે નહીં બરાબર…

બોલે નહીં બરાબર…

બોલે નહીં બરાબર…


- અવિનાશ વ્યાસ



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે