Gujarati Literature : સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - જહાજો એ ડૂબાડી દીધાંના દાખલા છે....


  • Published By :
  • Published Date : 2024-03-08 08:33:11

આપણે માનતા હોઈએ છીએ કે સુખ ચેન, આનંદ પૈસાવાળાઓને હોય છે. પરંતુ વાસ્તવિક્તામાં એવું નથી હોતું. અનેક એવા ઉદાહરણો આપણી સામે હોય છે જેમાં રેશમી પથારી કેમ ના હોય પરંતુ ત્યાં ઉંઘ નથી આવતી અને રસ્તા પર મજૂરી કરી જીવનને વ્યતિત કરનાર લોકોને સારી ઉંઘ આવે છે, આસાનીથી તે ઉંઘી જતા હોય છે. અનેક વખત એવા ઉદાહરણો પણ સામે છે જેમાં તાકાતવર લોકો અન્યને કમજોર સમજે પરંતુ એવું ભૂલી જાય છે કે સસલા આગળ કાચબો પણ જીતી જાય છે. જહાજો ડૂબી જાય છે અને તણખલાઓ તરી જાય છે તેવા ઉદાહરણો પણ આપણી સામે છે. સામાન્ય રીતે અમે સાહિત્યના સમીપમાં લેખક સાથે રચના પ્રસ્તુત કરતા હોઈએ છીએ પરંતુ આ રચના કોની છે તેની અમને ખબર નથી. જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવો ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના -  


જહાજો એ ડૂબાડી દીધાંના દાખલા છે


જહાજો એ ડૂબાડી દીધાંના દાખલા છે

ને તણખલાઓએ તારી દીધાંના દાખલા છે.


હસ્તી ક્યાં હતી એક રાજા આગળ એની છતાંય,

જાળ કાતરી ઉંદરે સિંહ છોડાવ્યાના દાખલા છે.


છો તાકતવર તમે પણ અન્યને કમજોર ના સમજો,

અહીં દોડમાં કાચબાએ સસલાને હરાવ્યાના દાખલા છે.


સાહ્યબી પડખાં ઘસે છે રાતભર રેશમી તળાઈઓમાં,

ને કાળી મજૂરી રસ્તાની કોરે ચેનથી સૂતાંના દાખલા છે.


દવાઓ બધી નાકામ થઈ ગઈ મરણપથારી પર,

ત્યારે કોઈની દુઆઓએ અસર દેખાડ્યાનાં દાખલા છે.


અમર ક્યાં રહે છે આ જગતમાં કોઈ કાયમ,

જેના જનમના દાખલા છે, તેના મરણનાંય દાખલા છે..



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.