Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે શૂન્ય પાલનપુરીની રચના - દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-17 11:55:28

આપણે જ્યારે ગરીબને જોઈએ છે તેમના બાળકને જોઈએ ત્યારે મનમાં વિચાર આવે કે આ લોકોનું જીવન કેવી રીતે વ્યતીત થતું હશે? તેમનો પરિવાર ભોજનમાં શું ખાતા હશે, નાના બાળકોને દૂધ કેવી રીતે મળતું હશે વગેરે વગેરે... રસ્તા પર પણ અનેક એવા લોકો મળી જાય જે કહે છે કે અમને જમવાનું આપો અમે આટલા દિવસથી કંઈ નથી ખાધું. તેમના કપડા પણ ફાટેલા હોય છે. અનેક કિસ્સાઓ આપણી સામે એવા હશે જેમાં જે લોકોનું ઘર બનાવતા હોય છે, મતલબ જે શ્રમિકો ઘરને બનાવે છે તે જ ઘર વગરના હોય છે.   


પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના....

આજે સાહિત્યના સમીપમાં શૂન્ય પાલનપૂરીની રચના દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો.. આ રચના બાદ કદાચ તમારી આંખોમાંથી આસું પણ આવી શકે છે, એ દ્રશ્યો પણ તમારી સામે આવી શકે છે જેની વાત અહીં કરવામાં આવી છે. 



દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો

એ ઘરમાં તુ જનમ્યું શાને, જે ઘરમાં ઉપવાસ ફરજ છે,

દર્દ વ્યથા પરીતાપ ફરજ છે, ગમ અશ્રુ નિશ્વાસ ફરજ છે .. 

દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો


ત્યાં જન્મત તો પુષ્પ હિંડોળે નર્મ શયનનાં સાધન હોત

મોટર મળતે, ગાડી મળતે, નર્સનાં લાલન-પાલન હોત

સોના-રૂપાના ચમચાથી દૂધની ધારા વહેતી હોત

તું રડતે તો પ્રેમની નદીઓ તોડી કિનારા વહેતી હોત

પણ તારા દુર્ભાગ્ય હશે કે જન્મ લીધો તેં આ ઘરમાં

ફેર નથી જે ઘરમાં ઇન્સાન અને જડ પથ્થરમાં … 

દૂધને માટે રોતાં બાળક, રો તારા તકદીરને રો


હાડ ને ચામનાં ખોખામાં તું દૂધનાં વલખાં મારે છે

મહેનત નિષ્ફળ જાતી જોઇ રોઇને અશ્રુ પાડે છે

આ ઘરની એ રીત પુરાણી આદીથી નિર્માઇ છે

મહેનત નિષ્ફળ જાયે છે, નિષ્ફળ જાવાને સર્જાઇ છે

વ્યર્થ રડીને ખાલી તારો અશ્રુ ભંડાર ન કર

મોંઘામૂલા એ મોતીનો ગેરઉપયોગ લગાર ન કર … 

દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો


તન તોડીને જાત ઘસીને પેટ અવર ભરવાનાં છે

શ્રમ પરસેવે લોહી નિતારી મહેલ ઊભાં કરવાનાં છે

એના બદલે મળશે ખાવા ગમ ને પીવા આંસુડા

લાગશે એવાં કપરાં કાળે અમૃત સરખા આંસુડા … 

દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો


ભુખ્યા પેટ ને નગ્ન શરીરો એ તો છે દસ્તુર અહીં

ચેન અને આરામ રહે છે સ્વપ્ન મહીં પણ દૂર અહીં

આ ઘરમાં તો એવી અગણીત વાતો મળવાની

ભુખના દા’ડા મળવાના ને પ્યાસની રાતો મળવાની

આ ઘરમાં ઉપવાસ ફરજ છે, દર્દ વ્યથા પરીતાપ ફરજ છે,

ગમ અશ્રુ નિશ્વાસ ફરજ છે, આ ઘરમાં તું જનમ્યું શાને… 

દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો


- શૂન્ય પાલનપુરી 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?