Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - હરિનો મારગ છે શૂરાનો નહિ કાયરનું કામ જોને;


  • Published By :
  • Published Date : 2024-04-12 16:34:36

જ્યારે આપણે મનમાં ભક્તિનો વિચાર કરીએ ત્યારે એવું થાય કે ભક્તિ શૂરવીરોનું કામ. જે માણસ મનથી મજબૂત હોય છે તે જ હરિનો મારગ, ભક્તિનો માર્ગ અપનાવતો હોય છે. હરિનો માર્ગ કાયરનો માર્ગ નથી. જ્યારે બધુ છૂટી જાય ત્યારે ઈશ્વર મળે છે.. સાંસારિક જગતની ચિંતા જ્યારે છૂટે છે, જે વ્યક્તિ ભય મુક્ત અને ચિંતા મુક્ત થઈ જશે તેને જ હરિનો માર્ગ મળે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે પ્રીતમની રચના....  


 

હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને


હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને;

પરથમ પહેલું મસ્તક મૂકી, વળતા લેવું નામ જોને


સુત વિત્ત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;

સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડ્યા મરજીવા જોને


મરણ આંગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને;

તીરે ઊભા જુએ તમાસો, તે કોડી નવ પામે જોને


પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;

માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને


માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;

મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને


રામ-અમલમાં રાતામાતા પૂરા પ્રેમી પરખે જોને;

પ્રીતમના સ્વામીની લીલા, તે રજનિ-દન નરખે જોને



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.