Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે.


  • Published By :
  • Published Date : 2024-05-10 16:19:15

જ્યારે કોઈ વખત આપણી ઈચ્છા પ્રમાણે ના થાય ત્યારે આપણે કહીએ કે ભગવાનની ઈચ્છા ના હતી..  ભગવાન પર રાખેલો વિશ્વાસ આપણને ક્યારેય અંદરથી નથી ટૂટવા દેતો.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે એવી રચના જેની પ્રાર્થના આપણે કરી હશે.., 



ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે.

ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે!


દુનિયાની જૂઠી વાણી, વિષે જો દુ:ખ વાસે તો,

જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે!


કચેરી માંહીં કાજીનો, નથી હિસાબ કોડીનો.

જગત કાજી બનીને તું વહોરી ના પીડા લેજે!


જગતના કાચના યંત્રે, ખરી વસ્તુ નહીં ભાસે.

નસારા કે નઠારાની જરાયે સંગતે રહેજે!


રહેજે શાંતિ સંતોષે, સદાયે નિર્મળે ચિત્તે.

દિલે જે દુ:ખ કે આનંદ કોઇને નહીં કહેજે!


વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં, તેને ત્યજી દેજે

ઘડી જાયે ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે!


રહે ઉન્મત્ત આનંદે, ખરું એ સુખ માની લે.

પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી પીજે!


કટુ વાણી સુણે જો કોઇની, વાણી મીઠી કહેજે

પરાઇ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે!


અરે ! પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માંગે તો

ન માગ્યે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે!


અહો શું પ્રેમમાં રાચે ? નહીં ત્યાં સત્ય પામે તું ?

અરે તું બેવફાઈથી ચડે નિંદા તણા નેજે.


લહે છે સત્ય જે સંસાર તેનાથી પરો રહેજે,

અરે એ કીમિયાની જો મઝા છે તે પછી કહેજે.


વફાઈ તો નથી આખી દુનિયામાં જરા દીઠી,

વફાદારી બતા’વા ત્યાં નહીં કોઈ પળે જાજે.


રહી નિર્મોહી શાંતિથી, રહે એ સુખ મોટું છે

જગત બાજીગરીનાં તું બધાં છલબલ જવા દેજે !


પ્રભુના નામનાં પુષ્પો, પરોવી કાવ્યમાળા તું.

પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે !


કવિ રાજા થયો શી છે પછી પીડા તને કાંઇ?

નિજાનંદે હંમેશાં બાલ મસ્તીમાં મઝા લેજે !


– બાલાશંકર કંથારીયા



હવે અમેરિકા આ બધા જ દેશ પર કેટલો ટેરિફ લગાડવા જઈ રહ્યું છે તે પણ જણાવ્યું હતું. ભારત,અમેરિકન વસ્તુઓ ઉપર ૫૨% ટેરિફ લગાડે છે,જયારે હવે અમેરિકા ડીસ્કાઉન્ટ સાથે હવેથી ભારતની અમેરિકામાં થતી નિકાસો ૨૬% ટેરિફ વસુલશે.વ્હાઇટ હાઉસ દ્વારા આ ટેરિફ અમલીકરણ એપ્રિલની ૫મી તારીખથી શરુ થશે.અમેરિકાએ આ તમામ દેશ ઉપર ૧૦% ફ્લેટ ટેરિફ લગાડ્યો છે. આ ટેરીફનો અમલ એપ્રિલની ૯મી તારીખથી શરુ થશે.ભારત માટે શરૂઆતમાં ૫મી એપ્રિલથી ૧૦ ટકા ટેરિફ લાગશે અને પછી એપ્રિલની ૯મી તારીખથી બીજો ૧૬ ટકા ટેરિફ ઉમેરાશે. આમ ભારત ઉપર ટોટલ ૨૬ ટકા ટેરીફનું અમલીકરણ શરુ થઈ જશે.

સચિન અને શૈલેન્દ્રસિંહે બંને મળ્યા હતા જ્યાં વાતે વાતમાં શૈલેન્દ્રસિંહે સચિનની પત્નીના ફોટા બતાવ્યા હતાં. સચિને ફોન માંથી એની પત્નીના ફોટાને ડિલીટ કરવાનું કહ્યું, આ આનાકાની વણસી એટલે બંને વચ્ચે લીધેલી લોન અંગે વાત પહોંચી હતી. ગરમાગરમીમાં વાત વણસી જતાં શૈલેન્દ્રસિંહે એની પાસે પડેલા ચાકુથી, સચિનના ગળાના ભાગ પર હુમલો કર્યો. શૈલેન્દ્રસિંહે સચિન મરી ગયા બાદ એના શબને ઠેકાણે પાડવા માટે એના શરીરના અંગને એક એક કરીને કટર થી કાપવાનું શરૂ કર્યું. અને એક દિવસે એક અંગને થેલીમાં ભરીને ગટરમાં નાખ્યાં હતા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ૧૦,૦૦૦ આરોગ્ય કર્મચારીઓને છૂટા કર્યા છે. તો આ તરફ ચિલીના રાષ્ટ્રપતિ ભારત આવ્યા છે તેમણે ભારત સાથે આર્થિક સંબંધોને વધુ ગાઢ બનાવવાની પહેલ કરી છે. વાત કરીએ આપણા પાડોશી દેશ મ્યાનમારની તો , ત્યાં ભૂકંપના લીધે મૃત્યુનો આંક ૨૭૦૦ને પાર થવાની સંભાવના છે.

વક્ફ સુધારા ખરડો તેને લોકસભામાં રજૂ કરી દેવાયો છે. સ્પીકર ઓમ બિરલાએ આ માટે ૮ કલાક ચર્ચા કરવા સમય ફાળવ્યો છે. તેમાંથી ૪ કલાક જેટલો સમય તો સત્તાધારી પક્ષના સાંસદોને ફાળવવામાં આવ્યો છે. વક્ફ સુધારા ખરડાનો વિરોધ ઇન્ડિયા અલાયન્સ જોરશોરથી કરી રહ્યું છે . વર્તમાન એનડીએ સરકારનું કેહવું છે કે , આ ખરડો એટલે લાવવામાં આવ્યો છે કેમ કે , વક્ફની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા લાવી શકાય.