આજે સાહિત્યના સમીપમાં વાંચો એક રચના જે સંબંધોના મહત્વને સમજાવશે. આપણ દરેકના જીવનમાં સંબંધનું વિશેષ સ્થાન હોય છે. વ્યક્તિ પ્રમાણે આપણો વ્યવહાર બદલાય છે. દરેક સંબંધોને નામ આપવાની જરૂર પણ નથી હોતી. દરેક સંબંધમાં થોડો ફરક મળે છે. આપણા વર્તન પર ઘણી વખત એ નિર્ભર રહેલો હોય છે કે સામે વાળી વ્યક્તિ સાથે આપણા સંબંધો આગળ વધશે કે નહીં....
સંબંધો વિશે સમજાવે છે કવિતા!
કોઈ સંબંધ એવા હશે જે તમારા ઘાવને ભીના કરી જશે તો કોઈ સંબંધ મલમનું કામ કરશે. જો સંબંધ સ્નેહથી નિભાવશો તો પણ ક્યાંક દુર્યોદન ને ક્યાંક સુદામો મળશે. સોશિયલ મીડિયા પર જ્યારે સર્ચ કરી રહ્યા હતા ત્યારે આ કવિતા મળી. જીવનના મર્મને સમજાવતી હતી એટલે થયું દર્શકો સાથે શેર કરીએ. જો તમને આ રચના કોણે કરી છે તેનો ખ્યાલ હોય તો અમને કમેન્ટમાં જણાવો અને જીવનમાં જમાવટ કરતા રહો....
સંબંધે સંબંધે . .થોડો ફરક મળશે
સંબંધે સંબંધે . .થોડો ફરક મળશે
ક્યાંક ઉજરડા તો
ક્યાંક મલમ મળશે . . .
નિભાવશો સંબંધ સ્નેહથી તો પણ ક્યાંક દુર્યોધન ને ક્યાંક સુદામો મળશે
ઉંમરને હરાવી હોય તો શોખ જીવતા રાખો . .
સાંભળ્યું છે કે હૃદય પર કરચલીઓ નથી પડતી . . .
બે પળની છે જીંદગી , તોય જીવાતી નથી .
એક પળ ખોવાઇ ગઇ છે , બીજી સચવાતી નથી . . . !!
પત્તામાં જોકર અને અંગતની ઠોકર
હમેશાં બાજી પલ્ટી નાખે છે . . . !!
અસ્તિત્વ પર ઘણાં
" ઉઝરડા " થાય છે
ત્યારે એક માણસ
" સમજદાર " થાય છે . . . .