Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મરીઝની રચના - જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-09-27 16:57:55

અનેક લોકો એવા હોય છે જે થોડું હાંસલ કરી લે છે પછી આગળ નથી વધતા.. ગતિમાન નથી રહેતા.. જીવનમાં તોફાનો હોય છે પરંતુ તેનાથી કેવી રીતે ઝઝુમવું તેની ખબર નથી હોતી. જીવનમાં ક્યાં જવું છે તેની ખબર નથી હોતી.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મરીઝ સાહેબની એવી રચના જે મુખ્યત્વે બધાને ખબર હશે...  


જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું,

ફકત એના મોઘમ ઈશારે ઈશારે.

ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું,

છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે.


અહીં દુ:ખની દુનિયામાં એક રંગ જોયો,

ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે.

સુજનની કબર કે ગુનેગારની હો,

છે સરખી ઉદાસી મઝારે મઝારે.


હૃદય મારું વ્યાપક, નજર મારી સુંદર,

કલા મારી મોહક વિચારે વિચારે.

નથી આભને પણ કશી જાણ એની,

કે મેં ચાંદ જોયા સિતારે સિતારે.


અમારાં બધાં સુખ અને દુ:ખની વચ્ચે,

સમયના વિના કંઈ તફાવત ન જોયો.

બધીયે મજાઓ હતી રાતે રાતે,

ને સંતાપ એનો સવારે સવારે.


નથી ઝંખના મારી ગમતી જો તમને,

તો એનું નિવારણ તમારું મિલન છે.

તમે આમ અવગણના કરતા જશો તો,

થતી રહેશે ઈચ્છા વધારે વધારે.


અમસ્તો અમસ્તો હતો પ્રશ્ન મારો,

હકીકતમાં કોની છે સાચી બુલંદી.

જવાબ એનો દેવા ઊઠી આંગળીઓ,

તમારી દિશામાં મિનારે મિનારે.


જગતમાં છે લ્હાવા કદમ પર કદમ પર,

ફકત એક શરત છે ગતિમાન રહેવું.

નવા છે મુસાફિર વિસામે વિસામે,

નવી સગવડો છે ઉતારે ઉતારે.


મરણ કે જીવન હો એ બંને સ્થિતિમાં,

‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.

જનાજો જશે તો જશે કાંધે કાંધે,

જીવન પણ ગયું છે સહારે સહારે

– મરીઝ




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?