Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-03 18:53:16

મોબાઈલનો જમાનો છે આજે. એવું ભાગ્યે જ જોવા મળતું હશે કે માણસ પાસે મોબાઈલ નહીં હોય, અથવા માણસ મોબાઈલ નહીં વાપરતો હોય. મોબાઈલ દરેકની પાસે મળી આવે છે. પરંતુ આજકાલ માણસ મોબાઈલ જેવો થઈ ગયો છે. મોબાઈલને સગવડ માટે વાપરવામાં આવતો હોય છે પરંતુ અનેક વખત તે જ સગવડનો દુરૂપયોગ કરવામાં આવે છે. માણસ હોય ક્યાંક અને લોકેશન ક્યાંકનું કહેતો થઈ ગયો છે. 


આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

સ્વાર્થના સંબંધો આજકાલ માણસો રાખતા થઈ ગયા છે. જરૂર હોય તેટલી જ લાગણી બતાવતો માણસ થઈ ગયો છે. મોબાઈલમાં માણસ રચ્યો પચ્યો થઈ ગયો છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે અશ્વિન ચૌધરીની રચના પ્રસ્તુત કરવી છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો છે!  



જરૂર જેટલી જ લાગણીઓ

રિચાર્જ કરતો થઈ ગયો

ખરે ટાણે જ ઝીરો બેલેન્સ 

દેખાડતો થઈ ગયો

આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

 

સામે કોણ છે એ જોઈને

સંબંધ રિસિવ કરતો થઈ ગયો

સ્વાર્થનાં ચશ્મા પહેરી

મિત્રતાને પણ

સ્વીચ ઓફ કરતો થઈ ગયો

આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

 

આજે રીટા તો કાલે ગીતા એમ

મોડેલ બદલતો થઈ ગયો

મિસિસને છોડીને મિસને

એ કોલ કરતો થઈ ગયો 

આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

પડોશીનુ ઊંચું મોડેલ જોઈ

જુઓને જીવ બાળતો થઈ ગયો

સાલું, થોડી રાહ જોઈ હોત તો!

એવું ઘરમાં યે કહેતો થઈ ગયો

 આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

 

હોય બરોડામાં અને છું સુરતમાં

એમ કહેતો એ થઈ ગયો

આજે હચ તો કાલે રિલાયન્સ એમ

ફાયદો જોઈ મિત્રો પણ બદલતો થઈ ગયો

 આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

 

ઈનકમિંગ – આઉટ ગોઈંગ ફ્રીનાં ચક્કરમાં

કુટુંબનાં જ કવરેજ બહાર એ થઈ ગયો

હવે શું થાય બોલો


આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...