સામાન્ય રીતે નાના બાળકોને માતાઓ કાનુડો કહેતી હોય છે... કૃષ્ણ આ શબ્દમાં જ આકર્ષણ છે.... ભગવાન નારાયણનો તેમને અવતાર માનવામાં આવે છે.. ભગવાન હોવા છતાંય તેમણે જીવનમાં અનેક દુ:ખો વેઠ્યા છે.. જનમતાની સાથે જ તેમને પોતાના સગા માતા-પિતાને છોડવાનો વારો આવ્યો.. તે બાદ માતા યશોદાને, રાધાને છોડવાનો વારો આવ્યો..! ભગવાન શ્રી કૃષ્ણને આપણે પૂર્ણ પુરૂષોત્તમ કહીએ છીએ પરંતુ શ્રીકૃષ્ણને પણ અનેક વિરહ સહેવાનો વારો આવ્યો છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે કૃષ્ણ ભગવાનને સમર્પિત એક રચના....
આ કાનુડો જીવી ગયો આ સંસારમાં માણસ થઈને...
આખુ જગ જેની મોરલીના સૂરનો દિવાનો છે
એ કાનુડો દિવાનો છે રાધાના પ્રેમનો
દરેક ભારથી જેણે લોકોને મુક્ત કર્યા છે
એ કાનુડો જીવે છે રાધાના વિરહનો ભાર લઈને...
દર્શન માત્રથી જેના માણસ વૈકંઠ પામે છે
એ કાનુડો તરસે છે એના મિત્રના દર્શનને..
આખો ગોવર્ધન પર્વત જેણે ઉપાડ્યો છે,
એ કાનુડો રોકી ના શક્યો પોતાના કુળનો વિનાશ...
મહાભારતમાં જેણે સમયને રોકીને રાખ્યો છે,
એ કાનુડા ના રોકી શક્યો પોતાની મૃત્યુને...
વિષ્ણુનો અવતાર થઈને જેને જન્મ લીધો છે,
આ કાનુડો જીવી ગયો આ સંસારમાં માણસ થઈને...