Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - પ્રેમ ઋતુમાં મન મૂકી આખા સંસારને પ્રેમ કરો...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-14 15:11:15

આજે વેલેન્ટાઈન છે. વેલેન્ટાઈન ડે એટલે પ્રેમને ઈજહાર કરવાનો દિવસ... પ્રેમ ભર્યા મેસેજ પ્રેમીઓએ એક બીજાને મોકલ્યા હશે. જનમો જનમ સુધી સાથે રહેવાના વચનો આપવામાં આવ્યા હશે વગેરે વગેરે.... પણ ત્યારે પ્રશ્ન થાય કે વેલેન્ટાઈન ડે માત્ર પ્રેમી પ્રેમીકાઓ માટે જ હોય છે. સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત કરવી છે મુકુલ ચોકસીની કવિતા જેમાં તે પ્રેમ કરવાનું કહી રહ્યા છે. પોતાના કામને, પોતાના પરિવારને... 


હર પડકારને કરજો ને હર પ્રતિકારને પ્રેમ કરો...  


જીવન નામના પ્રભુએ આપેલા ઉપહારને પ્રેમ કરો,

કેવળ પ્રિયજનને નહીં પણ, આખા પરિવારને પ્રેમ કરો...


શનિ-રવિની જેમ જ, સોમથી શુક્રવારને પ્રેમ કરો,

વાંચન, ભણતર, નોકરી-ધંધા અને વ્યાપારને પ્રેમ કરો... 


પ્રેમ કરનારને ય કરો, ને નહીં કરનારને પ્રેમ કરો,

સરકારોની સાથે તેના ટીકાકારને પ્રેમ કરો..


નદી, પહાડો, દરમિયા, જંગલ, સાંજ, સવારને પ્રેમ કરો, 

જણે બનાવ્યું આ સઘળું એ તારાણહારને પ્રેમ કરો..


એક જ જણને શાને માટે? એક હજારને પ્રેમ કરો,

કોઈ બિમારને કોઈ લાચાર, કોઈ નિરાધારને પ્રેમ કરો..


હિરોશિમાને, હોંગકોંગને, હરિદ્વારને પ્રેમ કરો,

તમામ વૈવિધ્યો, તમામ આચાર વિચારને પ્રેમ કરો..


અજવાળાં રિસાઈ ગયાં, તો અંધકારને પ્રેમ કરો,

ખુલ્લી બારી નહીં મળી, તો બંધ દ્વારને પ્રેમ કરો..


હર પડકારને કરજો ને હર પ્રતિકારને પ્રેમ કરો, 

પ્રેમ કરતાં જ રહેવાનાં કપરા નિર્ધારને પ્રેમ કરો..


સદ્દ આહાર, સદ્દ વિચાર સાથે સદાચારને પ્રેમ કરો,

મંદિર, મસ્જિદ, દેરાસર, ચર્ચ, ગુરૂદ્વારને પ્રેમ કરો..



વેલેન્ટાઈનને વસંત પંચમીના આ તહેવારને પ્રેમ કરો,

પ્રેમ ઋતુમાં મન મૂકી આખા સંસારને પ્રેમ કરો.... 


- મુકુલ ચોકસી  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?