Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - ભૂલી જાય જો કોઈ હવે તો નથી લાગતું ખોટું...


  • Published By :
  • Published Date : 2024-04-01 15:38:34

આપણે આપણામાં એટલા બધા વ્યસ્ત થઈ જતા હોઈએ છીએ કે કોઈ આપણને યાદ ના કરે તો વધારે દુ:ખ નથી થતું... આપણે પોતે આપણા મનને મનાવી લઈએ છીએ કે તે પોતાનામાં મસ્ત હશે અને એટલે જ કદાચ તે આપણને યાદ નથી કરતા. પરંતુ જો કોઈ સામેથી આપણને યાદ કરે છે તો દિલથી સારૂં લાગે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે એવી રચના જે કદાચ અનેક લોકોના દિલમાં વસતી હશે... જ્યારે જ્યારે પણ આ કવિતા સાંભળી હશે ત્યારે ત્યારે તમને પણ કોઈની યાદ આવી હશે...! 



‘મનને સારું લાગે છે’


ભૂલી જાય જો કોઈ હવે તો નથી લાગતું ખોટું

વ્યસ્ત હશે પોતામાં, એમાં કારણ નહી હોય મોટું

પણ યાદ કરે જો કોઈ, તો મન ને સારું લાગે છે

આજને ભૂલી ગઈકાલના સ્મરણો જાગે છે


 


ઓળખીતા પણ થાય અજાણ્યા નજર ફેરવી લેતા

ફોન કરું તો અવાજ સાંભળી “હેલો! હેલો!” કહેતા

મૂંગા રહી પીધું એ આંસુ ખારું લાગે છે

યાદ કરે જો કોઈ તો મનને સારું લાગે છે


 


જીબ્રા ક્રોસિંગ પર થંભીને રાહ જોવું ધીરજથી

નથી ઉતાવળ કોઈ, હવે ના હરીફાઈ કોઈ થી

આગળ પાછળ ચાલતું પગલું મારું લાગે છે

યાદ કરે જો કોઈ તો મન ને સારું લાગે છે


 


મળવાનું તો ગમે ઘણું પણ મીટર લાગે માઈલ

તોય જાઉં તો મો મલકાવી મુકે નહિ મોબઈલ

પગને લાગ્યો થાક હવે આ હૈયે જાગે છે

પણ યાદ કરે જો કોઈ તો મન ને સારું લાગે છે


 


રોંગ નંબર પર લાંબી વાતો કરવાનું હવે ગમતું

સાવ અજાણ્યું કોઈ આ મારી એકલતાને ભરતું

ગમે છે, જયારે ડોરબેલ આ ઘર નો વાગે છે

યાદ કરે જો કોઈ તો મન ને સારું લાગે છે


 


જૂની પેઢી સાથે બેસી સ્મરણો શું સમ્ભારું?

નવી પેઢી જો પાસે બેસે તો હૈયું છલકાવું

નજર છે નબળી દુરની તોય ઊંડું તાગે છે

યાદ કરે જો કોઈ તો મન ને સારું લાગે છે


 

કાલ ભુલાઈશ એવો ભય ના મન ને વિચલિત કરતો

મને ક્યાં સહુ યાદ રહ્યા છે? હું પણ સત્ય સમજતો

હવે આ હવા આવનારી પેઢીને ભાગે છે

પણ યાદ કરે જો કોઈ તો મન ને સારું લાગે છે


 


ભુલઈશું તો નવું આવશે, એનો મહિમા થાશે

ભુંસાઈશું તો નવું લખાશે, નવા ગીત કોઈ ગાશે

આમ તો એ સઘળુંયે મનને મારું લાગે છે

પણ યાદ કરે જો કોઈ તો મન ને સારું લાગે છે. 



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.