આજે 93 બેઠકના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે... એક વાગ્યા સુધી સામે આવેલા આંકડા કહી રહ્યા છે કે મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી છે.. લોકો કદાચ માની રહ્યા છે કે તેમના એક વોટથી ક્યાં ફરક પડવાનો છે? આપણે નહીં કરીએ તો ચાલશે.. જો તમે એવું માનતા હોવ તો એ વાત તદ્દન ખોટી છે.. તમારા એક મતની પણ કિંમત છે આ લોકશાહીમાં.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મતદાનને સમર્પિત રચના..
શ્રી કૃષ્ણએ ઉંચક્યો ટચલી આંગળીથી ગોવર્ધન પર્વત
તું એક આંગળીથી બટન ના દબાવી શકે?
તું એકવાર મતદાન કરી દે..
તારાં માટે સૈનીકો જાગે છે રાતભર સરદહ પર..
તું એક દિવસ ઉંઘ છોડીને મતદાન મથક સુધી ના જઈ શકે?
તું એક વાર મતદાન કરી દે...
લોભ, લાલચને તું મૂક બાજુએ
પછી પાંચ વર્ષ સુધી કોણ સહન કરશે
તું એકવાર મતદાન કરી દે...
દેશની પરિસ્થિતિ પર ફરિયાદ કરવાનું તું બંધ કર
ઉકેલ તારા હાથમાં છે
તું એકવાર મતદાન કરી દે...
મારા એક મતથી શો ફર્ક પડે? એ વિચારવાનું તું છોડી દે
તારા દેશનું ભવિષ્ય તું બદલી દે
તું એકવાર મતદાન કરી દે..
-નીરજ ચૂડાસમા