ભ્રષ્ટાચારના મુળીયા આપણી સિસ્ટમમાં એ હદે ફેલાયેલા છે કે તેનો જડમૂળથી નાશ કરવો જાણે અસંભવ થઈ ગયો છે. આજ કાલ તો જાણે ભ્રષ્ટાચાર કરવાની ફેશન થઈ ગઈ હોય તેવું લાગે છે. જો કોઈ ભ્રષ્ટાચાર કરવાની ના પાડે છે તો લોકો તેને મુર્ખ સમજે છે.. નાની વાતમાં પણ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. પૈસા કમાવાની એટલી બધી લાલચ થઈ ગઈ છે કે લોકોના જીવને જોખમમાં મૂકતા પહેલા વિચારતા પણ નથી. પૈસા મળે છે ને એવું વિચારે છે.. ભ્રષ્ટાચાર કરનાર વિશે આપણે વાત કરીએ છીએ પરંતુ જે લોકો ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે તેના વિશે વાત નથી કરતા. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ભ્રષ્ટાચારને લઈ લખાયેલી રચના.. આ રચના કોની છે તે ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો...
કાળા બજારીઓનો ધંધો ચાલે જોરદાર
મહેનત કરતા માનવીનો પરસેવાની ધાર
ઠંડા ઘરમાં બેસી કમાય રૂપિયા હજાર
ફૂટપાથ પર ગરીબોની લાંબી કતાર
તાર તાર જીંદગી અશ્રુઓની ધાર
કોને પડી ગરીબોની, જીવો શાનદાર
પ્રામાણિકતાની વાત હવે થઈ નામશેષ
મલિન લોક ધરે શાલીનતાનો વેશ
ભ્રષ્ટાચારીઓએ કેમ જાણ આવું કરે કામ?
આપણે જ આપીએ ખુરશી નીચેથી દામ