Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - માણસ છીએ..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-08-01 18:06:11

સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ છીએ કે માણસને ઓળખવા અઘરા છે..  ઘણી વખત થાય કે માણસને સમજવું અઘરૂં છે પરંતુ અનેક માણસો એવા હોય જેમને મળ્યા બાદ લાગે કે આ માણસ તો સારા છે. કોઈ માણસ બીજાનું દુ:ખ જોઈને હસી લે છે તો કોઈ વખત બીજાનું દુ:ખ જોઈ દુ:ખી થઈ જાય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના માણસ છીએ.... આ રચના કોની છે જો તમને ખબર હોય તો અમને કમેન્ટ બોક્સમાં જણાવજો..  


માણસ છીએ ક્યારેક લડી લઈએ છીએ

તો ક્યારેક સાથે મળીને હસી લઈએ છીએ


માણસ છીએ ક્યારેક કાતર બની તોડી દઈએ છીએ 

તો ક્યારેક સોય બની જોડી દઈએ છીએ


માણસ છીએ ક્યારેક દુ:ખી જોઈ દુખી થઈ જઈએ છીએ

તો ક્યારેક કોઈકનું દુ:ખ જોઈ મનમાં હસી લઈએ છીએ.


ક્યારેક માગેલું નાં મળે તો ભગવાન સાથે લડી લઈએ છીએ

ક્યારેક વણ માંગેલું મળી જાય તો ઈશ્વરનો આભાર માની લઈએ છીએ


માણસ છીએ ક્યારેક દુ:ખમાં ભાંગી પડીએ છીએ

તો સુખમાં થોડું અભિમાન કરી લઈએ છીએ


માણસ છીએ ક્યારેક ધન સંપત્તિની પાછળ આંધળી દોટ મૂકીએ છીએ

તો ક્યારેક ઘરમાં રહેલા માતા પિતાને રાજી કરી ઈશ્વરને પણ મનાવી લઈએ છીએ


માણસ છીએ ક્યારેક ખોટા લોકોની તરફેણ કરી લઈએ છીએ

તો ક્યારેક સાચાને જીતાડી દઈએ છીએ


માણસ છીએ ક્યારેક આત્માને છેતરી લઈએ છીએ

તો ક્યારેક સારા કર્મો કરી આખરતનું ભાથું બાંધી લઈએ છીએ


માણસ છીએ જાણે અજાણે ઘણી ભૂલો કરી લઈએ છીએ

તો ક્યારેક ભૂલોનો પસ્તાવો પણ કરી લઈએ છીએ...



અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...

નવેમ્બર આવ્યો તો પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો નથી.. બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે... ગાંધીનગરનું તાપમાન સૌથી ઓછું નોંધાયું હતું.. અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર ડિસેમ્બરની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે...