કોઈને જીંદગી એકદમ ખુશીઓથી ભરેલી લાગે છે તો કોઈને જીવનમાં માત્ર દુ:ખ દુ:ખ લાગે છે... કોઈ લોકો તો એવા હોય છે પોતાની જાતને પ્રેમ જ નથી કરતા.. પોતાની જાત સાથે મુલાકાત નથી કરતા.. પ્રશ્નો ઘણા હોય છે, જવાબ તે બહાર શોધે છે પરંતુ ઘણી વખત પ્રશ્નોના જવાબ પોતાની અંદર જ હોય છે, પોતાની પાસે જ હોય છે. જો તમે ખુદ માટે સમય નથી કાઢતા, પોતાના માટે સારૂં નથી વિચારી શકતા તો તે ખોટી વસ્તુ કહેવાય.. જો તમે ખુદને પ્રેમ કરશો તો જ તમે દુનિયાને પ્રેમ કરી શકશો.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જીંદગી રંગબેરંગી.. આ રચના કોની છે તે ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..
જીંદગી રંગબેરંગી મેળાવડો
ગમતો અણગમતો ખુદનો મેળો
ન ખુદને ખોઈ શકે તું,
ન ખુદને છોડી શકે તું
તું જ તારા પ્રશ્નોનો ઉત્તર
તું જ તારી તકલીફનું નિરાકરણ
ન ખોતર કે છેતર માનવી
ખુદને ખોજ લઈ દીર્ઘ દ્રષ્ટિ
ઉતર ભીતર ઝાંખ ખુદને
પામ ઉંડાણે વેંત છેટા સ્વને
ભીતર ઝળકે રંગબેરંગી મેળો
ઝળહળ તું સ્વ સ્વર્ગનો મેળાવડો
ચલ મન ભીતર સ્વને જીતવા
તુજ રણની મીઠી વીરડી શોધવા