જીવનમાં કઈ કરી છૂટવાની ભાવના દરેકમાં રહેલી છે.. આગળ વધવા માટે સપનાની જરૂર છે.. સપનું જ છે જે આગળ વધવા માટે પ્રોસ્તાહન આપે છે, હિંમત આપે છે.. સપનમાં માણસ જે ધારે તે માની શકે છે... કલ્પનાઓની બહારનું પણ લોકો સપનામાં જોતા હોય છે... કામનું હોય તેના જ સપના જોવે માણસ તે પણ જરૂરી નથી.. બંધ આંખે જે દેખાય તેને સપનું કહેવાય છે.. સપના પૂરા ના થાય તે જોવાનુ પણ એક સપનું છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સપનાને સમર્પિત રચના... આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.....
કોઈને ક્યાં ખપનું છે!
સપનું એ તો સપનું છે....
બેહિસાબ દ્રશ્યોનું માલિક છે,
બસ દેખાય એ બધું જ સપનું છે...
જરૂરી નથી કે કામનું જ જોવું!
મનને ગમે તે જોવું એ જ તો સપનું છે...
બંધ આંખે જોવું એ સપનું છે,
પણ ખુલ્લી આંખમાં ગુંથાતું પણ સપનું છે
જો આકાર પામે તો ખુશનસીબ સપનું છે,
પણ અધૂરાં સપનાં પૂરા થતાં જોવાનું પણ એક સપનું છે..
રંગ અનેક, રૂપ અનેક ભાત અનેક
પણ આંખ ખુલતા વાસ્તવિક્તા ધારણ કરતું એ સપનું છે...
આખી જિંદગી ચલતિત્રની જેમ જીવાતું સપનું છે.
અંતે બુઝાઈ જતા દીપમાં વિરામ પામતું સપનું છે