લોકોને અનેક વખત કહેતા સાંભળ્યા હશે કે બાળકો રમકડાથી રમે છે અને મોટાઓ બીજાની લાગણથી રમે છે.. અનેક લોકો એવા હોય છે જે બીજાની લાગણીની કદર નથી કરતા.. જ્યાં લાગણી હોય છે ત્યાં સંબંધો હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે લાગણી અને સંબંધોને દર્શાવતી રચના.. આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..
જ્યાં રમાય છે લાગણીથી
ત્યાં સંબંધ ટકે નહિ વધુ
લાગણી અને સંબંધ બેઉ
સિક્કાની બે બાજુ
લાગણીથી જીતાય મનને
અને લાગણથી જ જોડે ઘરને,
સમય આવે સમજોતો જે કરી જાણે
લાગણીથી જ બધા વહેવાર ચાલે
લાગણી અને મમતા એ તો હોય
દરેક માતા પાસે
લાણી જેવી પણ હોય
તેનું રૂપ બતાવી જ આપે છે...
લાગણીથી જે ફસાઈ જાય
જીવનભર પસ્તાય...