ખરાબ સમય જ્યારે કોઈનો ચાલતો તો આપણે કહેતા હોઈએ છીએ કે આ સમય પણ વીતિ જશે.. પરંતુ આપણે એ નથી કહેતા કે સારો સમય પણ વીતિ જશે. દુ:ખનો સમય હોય તો જલ્દી જતો નથી જ્યારે ખુશીનો સમય હોય તો તે બહુ જલ્દી પસાર થઈ જાય છે.. સમય સતત આપણી પરીક્ષા લીધા કરે છે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સમયને સમર્પિત રચના.. આ રચના કોની છે તેની અમને જાણ નથી જો તમને જાણ હોય તો અમને કમેન્ટ બોક્સમાં જણાવજો..
આ સમયને કઈ સહન નથી થતું સાહેબ
જરાક ખુશીના પલ માણી લઉંને, તો જાણી જોઈને
આ ખરાબ ચાલવા લાગે છે..
આને માત્ર એક જ કિતાબ વાંચતા આવડે છે
ને એ છે કિસ્મતની,
શું લખ્યું છે ને એમાં, દરેક પળ
બરોબર વાંચી જાયે છે...
લોકો કહેતા હોય છે કે
સમય બધા ઝખમને ભરી દે છે
ના સાહેબ,
આ સમય તો બહુ દોઢ ડાહ્યો છે,
એ એક પીડા પછી બીજી
એટલી મોટી પીડા આપી દે છે
કે પહેલીનો અફસોસ જ થતો નથી,
કોઈ વિષય નહિં કોઈ તૈયારી નહિં
પણ સતત પરીક્ષા જ લીધા કરે છે,
કોઈને માંદગીનું, કોઈને બેરોજગારીનું
કોઈને જુદાઈનું પ્રશ્નપત્ર આફે છે
પણ સુખની વાત તો એટલી છે
કે જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી
આ સમય કોઈને નાપાસ કરતો નથી