Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - એક સફરની વાત છે કે રાહમાં,


  • Published By :
  • Published Date : 2024-10-05 17:16:08

મંજીલ સુધી પહોંચવાની ચાહના લોકોને હોય છે.. ક્યાંક પહોંચવાની દોડમાં લોકો વ્યસ્ત થઈ રહ્યા છે પરંતુ ક્યાં પહોંચવું છે તેની ખબર નથી હોતી. જ્યારે આપણે ખોટા રસ્તા પર જઈએ છીએ ત્યારે લોકો આપણને ટોકતા હોય છે કે આ રસ્તા પર ના જતા પરંતુ તો પણ અનેક લોકો તે રસ્તા પર જાય છે... રસ્તો તો હોય છે પરંતુ અનેક સફરો એકલાને તેય કરવી પડે છે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના એક સફરની વાત છે રાહમાં...



એક સફરની વાત છે કે રાહમાં,

આંધળા અડફટમાં આવી જાય છે.

એક નજરની વાત છે કે પ્રેમમાં,

આંધળા રસ્તો બતાવી જાય છે.


તમે આઘા ખસો તો કેટલો લંબાય છે રસ્તો,

નિકટ આવો તો આંખોમાં સમાતો જાય છે રસ્તો.


તમે તો ચેતાવતા રહો છો છતાં પણ ઠેસ વાગે છે,

તમે સામે હો ત્યારે ક્યાં મને દેખાય છે રસ્તો.


કહો આ આપણા સંબંધની ના કઈ રીતે કહેશો?

મારે ત્યાંથી નીકળી આપને ત્યાં જાય છે રસ્તો.


જતો તો એમને ત્યાં એવી રીતે સામા મળ્યો એવો,

પૂછી પૂછીને પુછાયું કે આ ક્યાં જાય છે રસ્તો.


પ્રતીક્ષા નહી કરો તો પણ એ કરવાની ફરજ પડશે,

જુઓ “નાદાન” બારીમાંથી ખુદ ડોકાય છે રસ્તો.


 – “નાદાન” 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે