ઘરને આપણે સ્વર્ગ કહેતા હોઈએ છીએ.. ઘરમાં જે હૂંફ મળે તે બહાર નથી મળતી.. ઘરના માટલામાંથી પીધેલું પાણી આપણા કલેજાને જે ઠંડક આપે છે તેવી ઠંડક ક્યાંય બીજેથી નથી મળતી..! ઘર સ્વર્ગ જેવું ત્યારે લાગે જ્યારે આપણી સાથે આપણો પરિવાર રહેતો હોય.. માતા પિતા, ભાઈ ભાભી રહેતા હોય.. પહેલાના જમાનામાં પરિવાર મોટો હોતો હતો પરંતુ ધીરે ધીરે પરિવાર નાનો થતો ગયો.. માતા પિતા પણ સાથે નથી રહેતા હતા હવે તો.. અનેક લોકો એવા હોય છે જે માતા પિતાની સાથે તો રહે છે પરંતુ તેમને દુ:ખી કરે છે.. બાળકના વ્યવહારથી માતા પિતાનું દિલ દુભાય છે.. પરિવારનું મહત્વ શું હોય છે તે જાણવું હોયને તો એક વખત અનાથાશ્રમની મુલાકાત લેવી જોઈએ.. આજે વિશ્વ કુટુંબ દિવસ છે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે પરિવારને સમર્પિત એક રચના...
થાય ક્યારેક ભૂલ પોતાનાથી
ના ધમકી આપશો દૂર થવાની..
આપવી હોય તો ભલે આપજો
એ પહેલા અનાથાલય જઈ આવજો..
નથી જેને કોઈ પરિવાર
જાણજો એના દુ:ખ પારાવાર,
કહેશે આપે છે ભગવાન એને પરિવાર
જે હોય આ જગતમાં ખૂબ જ નસીબદાર..