આપણે બધાને ગમીએ તે અશક્ય છે.. એવા લોકો હશે જ જેમને આપણે ખટકતા હોઈશું.. ગમે તેટલું તેમના માટે કેમ ના કરીએ તો પણ તે આપણને આ જ દ્રષ્ટીથી જોતા હોય છે.. હા અને નામાં જીવન પૂરૂં થઈ જાય છે.. ભૂલાયેલી યાદો તેમજ ફરિયાદોને સાથે લઈને અનેક લોકો ચાલે છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના એટલે જ ખટકું છું... આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવો...
સીધે સીધું માંગુ છું એટલે ખટકું છું
ના બોલીને આપું છું એટલે ખટકું છું..
માંગે એ આપું તો પણ ત્યાં અધૂરૂં લાગે,
પાછો એને ચાહું છું એટલે ખટકું છું..
હા ને ના માં જીવન પુરૂં અહીંયા થાશે
ધારી લીધું માનું છું એટલે ખટકું છું.
ભૂલાયેલી જૂની યાદો ફરિયાદોને
સાથે સાથે ચાલું છું એટલે ખટકું છું.
વાળી ચોળી સાથે દીધું નથી સાથે ત્યાં,
મારૂં માની વારૂં છું એટલે ખટકું છું..
ઉછીનું આપ્યું પણ, લીધું નથી માગીને
સાચે સાચું પાળું છું એટલે ખટકું છું.
સૌને પોતાકા માની પારકાં માટે પણ
મારૂં હૈયું બાળું છું એટલે ખટકું છે..