આજકાલ અનેક યુવાનો નશો કરી પોતાની જીંદગીને જાણી જોઈને બરબાદ કરી રહ્યા છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. અનેક યુવાનોને દારૂનો નશો, બીડીનો નશો કરતા આપણે જોયા છે.. જે લોકો નશો કરે છે તેમને ખબર છે કે નશો કરવાથી તેમના શરીરને નુકસાન પહોંચે છે.. તેમની જીંદગીની ક્ષણો ઓછી થઈ રહી છે.. પરંતુ તો પણ નશો કરે છે.. નશો છોડવા માટે યુવાનોને અપીલ કરવામાં આવતી હોય છે. નશામુક્ત યુવાનો થાય તે માટે અનેક સેન્ટરો ચાલતા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના જેમાં નશો છોડવા માટે અપીલ કરવામાં આવી રહી છે...
નશો છે નાશનું મૂળ
જો મનવી થાય એમાં ચકચૂર
તો જીંદગી બને છે ધૂળ
નશો છે કંટકનું શૂળ
એમાં છે મનવીનું દસ્તૂર
બીડી. સીગારેટને દારૂનું ભૂત
તે માનવ મનને કરે છે સ્થૂળ
વળગે જો મનવી એને મગદૂર
તો ખોવાય જાય આ દેશનું નૂર
આજે સૌને ચડ્યું છે તેનું ઝનુન
પણ નશો કરે છે મનેખને મજબૂર
શોણિતને સમાવનારૂં છે આ મૂળ
ભાણની ભૂમિકામાં ઓછો છે તેનો શૂર
કંઈ કેટલાયે ઉજ્જર થયા છે ફૂળ
એકમાત્ર નશાનું સેવન છે મૂળ
હે મનવી! નશામાં તુ ના ડૂબ
એ તો છે તમારી મોટી ભૂલ
- અજ્ઞાત