Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે ગની દહીંવાલાની રચના - મારું ખોવાણું રે સપનું


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-09 17:15:44

સપનું... આ શબ્દ અનેક લોકોને જીવનની આશા આપતું હોય છે. સપનું અનેક લોકોને સવારે જગાડવામાં મદદ કરતું હોય છે. પરંતુ અનેક લોકો જેમણે સપનું જોયું હોય અને તેમનું સપનું ખોવાઈ જાય તો... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ગની દહીંવાલાની રચના - 

 

મારું ખોવાણું રે સપનું...


મારું ખોવાણું રે સપનું,

ક્યાંક જડે તો દઈ દેજો એ બીજાને ના ખપનું,

મારું ખોવાણું રે સપનું.


પૂર્વ કહે છે પશ્ચિમ તસ્કર, દક્ષિણ કે’છે ઉત્તર,

વગડા કે’છે ચોર આ વસ્તી, પર્વત કે’છે સાગર,

ધરતીને પૂછું તો દે છે નામ ગગનમંડપનું,

મારું ખોવાણું રે સપનું.


વ્હારે ધાજો જડ ને ચેતન મારી પીડ પિછાની,

અણુ અણુ સાંભળજો માર સમણાની એંધાણી;

તેજ તણા અંબાર ભર્યા છે, નામ નથી ઝાંખપનું,

મારું ખોવાણું રે સપનું.


ખોળે મસ્તક લૈ બેઠી’તી એક દી રજની કાળી,

જીવનની જંજાળો સઘળી સૂતી પાંપળ ઢાળી;

નીંદરના પગથારે કોઈ આવ્યું છાનુંછપનું,

મારું ખોવાણું રે સપનું.


– ગની દહીંવાલા



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?