Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મકરંદ દવેની રચના - કોણે કીધું ગરીબ છીએ?..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-29 17:33:18

અનેક લોકો એવા હોય છે કે જે રોજનું કમાઈને રોજ ખાતા હોય છે... જો એક દિવસ તેમને કામ ના મળે તો તે ભોજન નથી કરી શકતા. જ્યારે આવા લોકોને આપણે જોઈએ છીએ ત્યારે તે એકદમ નિખાલસ દેખાતા હોય છે. ઈશ્વર પર તેમને વિશ્વાસ હોય છે.. તે માને છે કે તેમની પાસે નોટો નથી તો શું થયું તેમની પાસે ઈશ્વરરૂપી બેન્ક તો બેઠી છેને.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મકરંદ દવેની રચના..  



કોણે કીધું ગરીબ છીએ?

કોણે કીધું રાંક?

કાં ભૂલી જા મન રે ભોળા!

આપણા જુદા આંક.


થોડાક નથી સિક્કા પાસે,

થોડીક નથી નોટ,

એમાં તે શું બગડી ગયું ?

એમાં તે શી ખોટ?


ઉપરવાળી બેંન્ક બેઠી છે

આપણી માલામાલ,

આજનું ખાણું આજ આપે ને

કાલની વાતો કાલ.


ધૂળિયે મારગ કૈંક મળે જો,

આપણા જેવો સાથ,

સુખદુઃખોની વારતા કે’તા

બાથમાં ભીડી બાથ.


સોનાની તો સાંકડી ગલી,

હેતુ ગણતું હેત;

દોઢિયાં માટે દોડતાં એમાં

જીવતાં જોને પ્રેત!


માનવી ભાળી અમથું અમથું

આપણું ફોરે વ્હાલ;

નોટ ને સિક્કા નાખ નદીમાં,

ધૂળિયે મારગ ચાલ!

- મકરંદ દવે



29 જૂને ઈન્ડિયન ટીમે T-20 વર્લ્ડ કપ જીત્યો હતો.... ભારતીય ટીમ 17 વર્ષ બાદ આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. આટલું જ નહીં, ભારતે 11 વર્ષના ICC ટ્રોફીના દુકાળનો અંત લાવ્યો છે. બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રવિવારે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદે સારી એવી બેટિંગ કરી હતી..છેલ્લા 24 કલાકમાં રાજ્યના 214 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે..

અમદાવાદના શેલાથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં વરસાદ પડવાને કારણે રસ્તા પર ભુવો પડી ગયો છે. કોંગ્રેસે આને લઈ સરકાર પર નિશાન સાધ્યું છે.

અમદાવાદના બોપલમાં ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે ગંભીર અકસ્માત થયો છે.. બંને ગાડી વચ્ચે એટલો ગંભીર અકસ્માત થયો છે કે બંને વાહનોનો કચ્ચરઘાણ નિકળી ગયો છે. આ ઘટનામાં ત્રણ જેટલા લોકોના મોત થઈ ગયા હોવાના સમાચાર મળ્યા છે જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.