Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ગની દહીંવાલાની રચના - સળગતો શબ્દ, પણ પીંખાયેલા પરિવાર જેવો છું


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-08 17:26:49

આપણને બધા ઓળખે તે આપણને પસંદ હોય છે પરંતુ કોઈ આપણને ઓળખી જાય તે આપણને પસંદ નથી હોતા. આપણો પરિચય અનેક લોકો સાથે હોય છે પરંતુ સંબંધો માત્ર થોડા લોકો જોડે જ હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ગની દહીંવાલાની રચના..  


 

સળગતો શબ્દ, પણ પીંખાયેલા પરિવાર જેવો છું,

મને ન વાંચ, હું ગઈ કાલના અખબાર જેવો છું.


અભાગી મ્યાનમાંથી નીકળી તલવાર જેવો છું,

ખરા અવસર સમે ખાલી ગયેલા વાર જેવો છું.


કદી હું ગત સમો લાગું, કદી અત્યાર જેવો છું,

નિરાકારીના કોઈ અવગણ્યા આકાર જેવો છું.


ભલે ભાંગી પડ્યો પણ પીઠ કોઈને ન દેખાડી,

પડ્યો છું તો ય છાતી પર પડેલા માર જેવો છું.


પરિચય શબ્દમાં પાંખી પરિસ્થિતિનો આપ્યો છે,

ને મોઢામોઢની હો વાત, તો લાચાર જેવો છું.


‘ગની’, તડકે મૂકી દીધા રૂડાં સંબંધના સ્વપ્નાં,

હવે હું પણ સળગતા સૂર્યના વ્યહવાર જેવો છું.


– ગની દહીંવાલા




વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..