Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે માતાને સમર્પિત રચના - સદા તારી જ મમતા અમી હોય છે મા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-13 16:16:06

ગઈકાલે મધર્સ ડેની ઉજવણી આપણે કરી.. માતા માટે જેટલું કહીએ, જેટલું લખીએ તેટલું ઓછું છે તેવું કહીએ તો તે અતિશયોક્તિ નથી.. માતાના પ્રેમને આપણે શબ્દોથી ના તોલી શકીએ.. શબ્દોમાં આપણે તેના પ્રેમનું વર્ણન ના કરી શકીએ.. બાળક દુખી હોય ત્યારે બાળક કરતા પણ વધારે કોઈ દુખી હોય તો તે મા હોય છે.. વાગ્યું બાળકને હોય અને દર્દ માતાને થાય છે.. બાળકની આસપાસ માતાનું આખું જીવન ફરતું રહેતું હોય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે માતાને સમર્પિત એક રચના...


સદા તારી જ મમતા અમી હોય છે મા,

ખુશીથી કેટલા દુખો ખમી હોય છે મા..


કદી ના જાણ થાતી દર્દને ક્યાં છુપાવે, 

હંમેશા આંખમાં તારી નમી હોય છે મા..


ક્ષમા આપે સદા સૌને, દયાની મૂરત તું,

છબી તારી ખુદાને પણ ગમી હોય છે મા


દુવા તારી થતાં સંતાપ સર્વે ટળે જો,

વળી વાણી  સદા ગીતા સમી હોય છે મા


સદા વેઠી પરેશાની હસીને રહેતી

છતા રાખી ખુમારીને ભમી હોય છે મા


સહસાથી પચાવી લે નિરાશા સદાયે

ચહેરા પર હસી તો કાયમી હોય છે મા


જીવન આખું રસોડામાં વિતાવી જમાડે

વધેલું હોય બાકી એ જમી હોય છે મા..


આ રચના કોની છે એ ખબર નથી, જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવો..  




ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...